° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


TMKOC મેકર્સે જણાવ્યું કે ફૉર્માલિટી પૂરી કરવા માટે પણ નેહા રિપ્લાઈ નથી આપતી

26 June, 2022 06:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિનું પાત્ર ભજવનાર નેહા મહેતાએ ૬ મહિનાની ફી બાકી હોવાનું કહેતાં મેકર્સે જણાવ્યું કે ફૉર્માલિટી પૂરી કરવા માટે તેનો સતત સંપર્ક કર્યા છતાં તે રિપ્લાય નથી આપતી.

TMKOC મેકર્સે જણાવ્યું કે ફૉર્માલિટી પૂરી કરવા માટે પણ નેહા રિપ્લાઈ નથી આપતી

TMKOC મેકર્સે જણાવ્યું કે ફૉર્માલિટી પૂરી કરવા માટે પણ નેહા રિપ્લાઈ નથી આપતી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિનું પાત્ર ભજવનાર નેહા મહેતાએ ૬ મહિનાની ફી બાકી હોવાનું કહેતાં મેકર્સે જણાવ્યું કે ફૉર્માલિટી પૂરી કરવા માટે તેનો સતત સંપર્ક કર્યા છતાં તે રિપ્લાય નથી આપતી. મેકર્સનું કહેવું છે કે તેણે બે વર્ષથી સંપર્ક તોડી નાખ્યો છે. નેહાએ ૨૦૨૦માં આ શો છોડી દીધો હતો. ફી બાકી હોવાનું જણાવતાં નેહાએ કહ્યું કે ‘હું ખૂબ સન્માનનીય લાઇફ જીવું છું અને હું કોઈની પણ ફરિયાદ કરવામાં માનતી નથી. ૨૦૨૦માં મેં જ્યારે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાનું બંધ કર્યું એ અગાઉ ૧૨ વર્ષથી અંજલિનું પાત્ર ભજવતી હતી. મારી છેલ્લા ૬ મહિનાની ફી બાકી છે. શો છોડ્યા બાદ મેં તેમને કૉલ કર્યા હતા. આશા છે કે એનો ઉકેલ આવી જાય અને મારી મહેનતના પૈસા મને મળી જાય.’
બીજી તરફ પ્રોડક્શન-હાઉસે પોતાનો પક્ષ માંડતાં કહ્યું કે ‘અમે અમારા દરેક કલાકારને એક પરિવાર ગણીએ છીએ. અમે ફૉર્માલિટી પૂરી કરવા માટે નેહાનો અનેક વખત સંપર્ક કર્યો હતો. બદનસીબે તે એક્ઝિટ ડૉક્યુમેન્ટ્સ પર સાઇન કરવા તૈયાર નથી, એથી કંપનીના નિયમ મુજબ અમે પૂરું સેટલમેન્ટ કરવા માટે સક્ષમ નથી. છેલ્લાં બે વર્ષથી તો તેણે અમારી વાતચીત પર પ્રતિક્રિયા આપવાનું પણ બંધ કરી દીધું છે અને અમારી સાથે ચર્ચા કર્યા વગર જ તેણે શો છોડી દીધો. આશા છે કે જે મેકર્સે તેને ૧૨ વર્ષ પ્રસિદ્ધિ આપાવી અને કરીઅર બનાવી એના પર ખોટા આરોપ લગાવવાને બદલે અમારી ઈ-મેઇલનો જવાબ આપે. યોગ્ય પગલાં લેવા માટે અમે અમારા અધિકારને સુરક્ષિત રાખીએ છીએ.’ 

26 June, 2022 06:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

શો રુકેગા નહીં : આસિત મોદી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી શૈલેશ લોઢાની એક્ઝિટ બાદ તેમણે આવું કહ્યું

08 August, 2022 05:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના મારા રોલ દેવયાનીને લોકો હંમેશાં યાદ રાખશે : મિતાલી

મિતાલી નાગનું કહેવું છે કે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના મારા રોલ દેવયાનીને લોકો હંમેશાં યાદ રાખશે.

07 August, 2022 01:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

સબ રાજી હૈ

ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથેનાં લગ્ન વિશે આવું કહ્યું કરણ કુન્દ્રાએ

07 August, 2022 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK