આ શો દરરોજ રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. શોમાં શૌર્યનો રોલ કરનાર બસીર અલી અને શનાયાની ભૂમિકામાં જોવા મળતી શાલિનીની રોકા સેરેમની છે.
રાજવીર અને પાલકી
ઝીટીવી પર આવતી સિરિયલ ‘કુંડલી ભાગ્ય’માં રાજવીર અને પાલકીની સગાઈની સીક્વન્સમાં ટ્વિસ્ટ આવવાના છે. આ શો દરરોજ રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. શોમાં શૌર્યનો રોલ કરનાર બસીર અલી અને શનાયાની ભૂમિકામાં જોવા મળતી શાલિનીની રોકા સેરેમની છે. પાલકીનો રોલ કરનાર સના માટે શૌર્યને લાગણી થાય છે. પાલકીની સગાઈ રાજવીરનો રોલ કરનાર પારસ કલનાવત સાથે થઈ છે. રોકા દરમ્યાન ડાન્સ પર્ફોર્મન્સ વિશે સનાએ કહ્યું કે ‘સ્ટોરી વ્યક્ત કરતાં ડાન્સ પર્ફોર્મ કરવાનો અનુભવ અવર્ણનીય છે. દરેક મૂવ સાથે એની ગ્રેસ, રિધમ અને સ્ટોરી ટેલિંગ અદ્ભુત છે. પારસ ટૅલન્ટેડ અને મજેદાર વ્યક્તિ છે, તેની સાથે પર્ફોર્મ કરવાની મજા પડી ગઈ. હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે પારસ ખૂબ ગ્રેસફુલી ડાન્સ કરાવી શકે છે એને કારણે હું મારા પર્ફોર્મમાં પણ ખૂબ મહેનત કરું છું. અમને થોડી તકલીફ પડી હતી, ખાસ કરીને ઊંચકવાની સીક્વન્સમાં, પણ મને ખાતરી છે કે દર્શકોને એ જોવાનું ગમશે.’
