નિકિતિન ધીરનું કહેવું છે કે તેણે રાવણ જેવા પાત્રને ભજવવા માટે વર્ષો સુધી રાહ જોઈ છે. સોની પર પહેલી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ‘રામાયણ’માં તે રાવણના પાત્રમાં જોવા મળશે
નિકિતિન ધીર
નિકિતિન ધીરનું કહેવું છે કે તેણે રાવણ જેવા પાત્રને ભજવવા માટે વર્ષો સુધી રાહ જોઈ છે. સોની પર પહેલી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ‘રામાયણ’માં તે રાવણના પાત્રમાં જોવા મળશે. આ શોમાં રામનું પાત્ર સુજય રેયુ ભજવશે અને સીતાનું પાત્ર પ્રાચી બંસલ ભજવી રહી છે. રાવણના પાત્ર વિશે વાત કરતાં નિકિતિન ધીરે કહ્યું કે ‘રાવણ જેવા પાત્રની કૉમ્પ્લેક્સિટીને પકડવી ખૂબ જ ચૅલેન્જિંગ છે. ઍક્ટર તરીકે રાવણના પાત્રને સાકાર કરવા અને એની સ્ટ્રગલને પણ દેખાડવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. તેના પાત્ર દ્વારા ખૂબ જ ઇન્ટેન્સિટીથી મને બધાં ઇમોશન્સ દેખાડવાનો ચાન્સ મળી રહ્યો છે. રાવણ જેવું લાર્જર ધૅન લાઇફ પાત્ર ભજવવા માટે મેં વર્ષો સુધી રાહ જોઈ છે. હું થોડો નર્વસ છું, પરંતુ એનાથી હું પાત્રને વધુ સારી રીતે ભજવી શકું છું.’
