ઈશિતા ‘દૃશ્યમ 2’માં જોવા મળવાની છે.
વત્સલ શેઠ અને ઈશિતા દત્તા
ઈશિતા દત્તાનું કહેવું છે કે અજય દેવગન કારણે તે તેના હસબન્ડ વત્સલ શેઠને મળી હતી અને બન્નેનાં લગ્ન પણ થઈ ગયાં. તેમનાં લગ્નમાં અજય દેવગને હાજરી પણ આપી હતી. ઈશિતા ‘દૃશ્યમ 2’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં અજય દેવગન, તબુ, શ્રિયા સરન અને મૃણાલ જાધવ પણ લીડ રોલમાં છે. ૧૮ નવેમ્બરે ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મનાં પ્રમોશન દરમ્યાન ઈશિતાએ કહ્યું કે ‘હું અજય સર દ્વારા મારા હસબન્ડને મળી હતી. મને એ વાતની ખુશી છે કે તેઓ અમારા મૅચમેકર બન્યા હતા.’


