ધ કપિલ શર્મા શૉમાં (The Kapil Sharma Show) એક કૉમેડિયન તરીકે લોકપ્રિયતા પામી ચૂકેલા જૂનિયર એક્ટર તીર્થાનંદ (Tirthanand) ફેસબૂક (Facebook) પર લાઈવ જઈને ફિનાઇલ પી રહ્યા હતા. આમ કરીને તેઓ આપઘાત (Suicide) કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
ફાઈલ તસવીર
ધ કપિલ શર્મા શૉમાં (The Kapil Sharma Show) એક કૉમેડિયન તરીકે લોકપ્રિયતા પામી ચૂકેલા જૂનિયર એક્ટર તીર્થાનંદ (Tirthanand) ફેસબૂક (Facebook) પર લાઈવ જઈને ફિનાઇલ પી રહ્યા હતા. આમ કરીને તેઓ આપઘાત (Suicide) કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પરના કેટલાક મિત્રોએ ત્યાંના નજીકના થાણાંમાં ફોન કરીને પોલીસને સૂચના આપી અને તેમને ઘટનાસ્થળે પહોંચવા માટે કહ્યું.
ફોન આવવા પર તરત હરકતમાં આવી ગયેલી પોલીસ એક્ટરના ઘરે પહોંચી ગઈ અને તીર્થાનંદને (Tirthanand) નજીકના હૉસ્પિટલમાં લઈ ગઈ. પોલીસ કર્મચારીએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન તેમને જણાવ્યું કે, ફોન આવ્યા બાદ અમે તરત મીરા રોડના (Mira Road) શાંતિ નગર સ્થિત બી બિલ્ડિંગના ફ્લેટ નંબરમાં પહોંચ્યા હતા. અમે જોયું કે ફ્લેટનો દરવાજો ખુલ્લો મૂકવામાં આવેલો હતો અને એક કૂતરો પણ તે જ રૂમમાં હાજર હતો. જ્યારે અવાજ આપ્યો ત્યારે, તીર્થાનંદ ત્યાં જ અડધા બેભાન સ્થિતિમાં હતા. અમે તેમને સીધા હૉસ્પિટલમાં લઈને ગયા.
ADVERTISEMENT
શું છે આખી ઘટના
તીર્થાનંદ પોતાની આ સ્થિતિના જવાબદાર એક મહિલાને જણાવે છે. તીર્થાનંદ પ્રમાણે, થોડાક મહિના પહેલા તેમની મુલાકાત એક મહિલા સાથે થઈ હતી. તેમને બે દીકરીઓ છે. તે બન્ને લિવ ઈનમાં પણ રહેતાં હતાં. રિલેશનશિપ દરમિયાન તેમને ખબર પડી કે તે મહિલા પ્રૉસ્ટિટ્યૂશનનું કામ કરે છે. તીર્થાનંદ તે મહિલાથી પોતાનો પીછો છોડાવવા માગતા હતા. આ દરમિયાન તે મહિલા તીર્થાનંદને ધમકાવવા માંડી હતી. ઊંધું વળી તે મહિલાએ જ તીર્થાનંદ પર કેસ પણ ઠોકી દીધો હતો. કેસના ભયે તીર્થાનંદ છેલ્લા ઘણાં સમયથી પોતાના ઘરથી પણ ભાગતા ફરે છે. તીર્થાનંદ છેલ્લા ઘણાં દિવસથી પોતાના ઘરે સુદ્ધાં જઈ શક્યા નથી અને ફૂટપાથ પર સૂવા માટે મજબૂર થયા. તે એટલા કંટાળી ગયા અને આ જ કારણે તે પોતાને ખતમ કરવા માગે છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જૂનિયર નાના પાટેકરના (Junior Nana Patekar) નામે જાણીતા
ઊલ્લેખનીય છે કે, તીર્થાનંદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાના પાટેકરના (Nana Patekar) હમશક્લ તરીકે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ તેમનું ઑફિશિયલ નામ જૂનિયર નાના પાટેકરના નામે જ છે. તેમણે અનેક વાર નાના પાટેકરના બૉડી ડબલનું પણ કામ કર્યું છે. આ સિવાય તીર્થાનંદ ધ કપિલ શર્મા શૉમાં (The Kapil Sharma Show) પણ અનેક વાર જોવા મળી ચૂક્યા છે. જાન્યુઆરી મહિનામાં તેમણે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફેબ્રુઆરીમાં તેમણે વાગ્લે કી દુનિયામાં (Wagle ki Duniya) પણ એક-બે એપિસોડમાં કામ કર્યું હતું. તીર્થાનંદ માર્ચ મહિનાથી કામ વગર બેઠા હતા. આ દરમિયાન તેમની દારૂ પીવાની ટેવ પણ ખૂબ જ વધી ગઈ છે.
આ પહેલા પણ કર્યો હતો આપઘાત (Suicide) કરવાનો પ્રયત્ન, પાડોશીઓએ બચાવ્યો હતો જીવ
આજથી બે વર્ષ પહેલા પણ તીર્થાનંદે 27 ડિસેમ્બર 2021ના રોજ સાંજે ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, પાડોશીઓને આનો અંદાજ આવતા જ તેઓ તરત તીર્થાનંદને હૉસ્પિટલ લઈને ગયા અને તેમનો જીવ બચી ગયો. તે સમયે તેમણે કોરોનાને કારણે કામ ન મળતા ગરીબીમાં આ પગલું લીધું હતું.


