રિયલ લાઇફમાં છે આટલી ગ્લેમરસ 'તારક મેહતા શૉ'ની 'સોનૂ', જાણો અજાણી વાતો
પલક સિધવાની
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. શૉ ટીવી પર 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. શૉમાં ચાહકોને ટપૂ અને સોનૂની જોડી ખૂબ જ લોકપ્રિય છે. આત્મારામ ભિડેની દીકરી સોનૂનું પાત્ર પહેલા ઝીલ મેહતા(Zeel Mehta) અને નિધિ ભાનુશાલી(Nidhi Bhanushali)એ પણ ભજવ્યું હતું. હવે આ પાત્ર અભિનેત્રી પલક સિદ્વવાની(Palak Siddhwani) ભજવી રહી છે. પણ શું તમે જાણો છો કે અભિનેત્રી 'તારક મેહતા શૉ' પહેલા કેટલીક એડ-ફિલ્મ્સમાં દેખાઇ ચૂકી છે.
એક્ટ્રેસ પલક સિદ્ધવાની રોનિત રૉય અને ટિસ્કા ચોપડાના લીડ રોલવાળી વેબ સીરિઝ હોસ્ટેજમાં પણ દેખાઈ ચૂકી છે. આ સિવાય પલકે અમૂલ-ગૂગલ માટે પણ કામ કર્યું છે. પલક એક શૉર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે, જેનું નામ 'ધ બાર' છે. તો, પલક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ઍક્ટિવ રહે છે. મોટાભાગે તે પોતાની તસવીરો અને વીડિયોઝ પોતાના ચાહકો સાથે શૅર કરતી રહે છે. રિયલ લાઇફમાં પલક ખૂબ જ ગ્લેમરસ છે.
ADVERTISEMENT
પલક ડાન્સિંગ ક્લાસિસ પણ જાય છે અને તેને ડાન્સ ખૂબ જ ગમે છે. સાથે જ તે પોતાની હેલ્થનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ માટે પલક ખૂબ જ એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયેટ લે છે. જણાવવાનું કે પહેલા સોનૂનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવતી હતી. તેણે પણ આ શૉ છોડી દીધો, જેના પછી આ રોલ હવે પલક સિદ્ધવાની ભજવી રહી છે.
થોડોક સમય પહેલા અભિનેત્રીએ જણાવ્યું હતં કે શૉમાં ટપૂનું પાત્ર ભજવનાર રાજ અનડકટ સાથે તેની ખાસ મિત્રતા નથી. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "હું અને ટપૂ રિયલ લાઇફમાં મિત્ર નથી. અમે બન્ને માત્ર પ્રૉફેશનલ બૉન્ડ ધરાવીએ છીએ. સેટ પર લગભગ 80 લોકો હોય છે અને જરૂરી નથી કે તમારી બધા સાથે મિત્રતા હોય. સ્ક્રીન પર જે દેખાય છે તે ફક્ત પ્રૉફેશનલ વ્યવહાર છે.આ એવું છે કે તમે ઑફિસમાં કામ કરતાં હોવ તો બધાં તમારા ખાસ મિત્રો નથી હોતા. આ જ કારણ છે કે રાજ સારા મિત્રો નથી."


