° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


તારક મહેતા ફેમ જેનિફર મિસ્ત્રી બંસીવાલ ઉર્ફ રોશન સોઢીના ભાઈનું નિધન

21 September, 2022 07:09 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

પોતાના ભાઈને યાદ કરતાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે

જેનિફર મિસ્ત્રી બંસીવાલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

જેનિફર મિસ્ત્રી બંસીવાલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રોશન સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal)ના ભાઈનું અવસાન થયું છે. જેનિફરે જાતે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ભાઈ સાથેની તસવીરો પોસ્ટ કરી આ માહિતી આપી હતી. તેમના ભાઈ માલ્કમ મિસ્ત્રી છેલ્લાં ૨૧ વેન્ટિલેટર પર હતા. તેમણે અનંત ચતુરદશીના દિવસે છેલ્લા શ્વાસ લીધા.

પોતાના ભાઈને યાદ કરતાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેનિફરે લખ્યું “RIP માલો (માલ્કમ મિસ્ત્રી) મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે નાનો હોવા છતાં પણ તું મારા પહેલાં આ દુનિયા છોડી દઇશ... લાગે છે કે મારા આત્માનો એક ભાગ છૂટી ગયો છે... અંદરથી ખૂબ ખાલી લાગે છે... તે મારા જીવનના સૌથી ભારે ૨૧ દિવસો હતા જ્યારે તું ભારે દવાઓ સાથે વેન્ટિલેટર પર આઈસીયુમાં હતો.”

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jennifer Mistry Bansiwal?‍♀️♾ (@jennifer_mistry_bansiwal)

તેણીએ લખ્યું છે કે “તારી પીડા અને વેદના દરેક ક્ષણે અનુભવી હતી... ક્યારેય વિચાર્યું નહોતું કે તું કેટલી પીડામાં હોઈશ... દરેક ક્ષણે ડર હતો કે હવે કેવા સમાચાર આવશે. જો કે અમને આશા હતી કે તું અમારી સાથે જ રહીશ... અમે તને બચાવવા માટે અમારા સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, તારા માટે પ્રાર્થના કરી પણ તે જવાનું પસંદ કર્યું...”

તેણીએ ઉમેર્યું કે “તું અનંત ચતુર્દશી (9/9/22)ના દિવસે આ દુનિયા છોડી. તને મોક્ષ મળે... તારા આત્માને શાંતિ મળે મારા માંકુ, મારી જાન... તારી સાથે કલાકો સુધી વાત કરવાનું હું મિસ કરીશ... આ દુનિયામાં તું મારી સૌથી નજીક હતો... હંમેશા તારા માટે પ્રેમ રહેશે, અનંતકાળ સુધી રહેશે, તને ખબર છે કે તું હંમેશા મારા હૃદયમાં રહીશ... તારી પ્રેમાળ બહેન જેન”

21 September, 2022 07:09 PM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

TMKOC:વિદ્યા બાલને રિક્રિએટ કર્યો જેઠાલાલનો આ ફેમસ સીન, ફેન્સ થઈ ગયા આશ્ચર્યચકિત

ઇન્સ્ટાગ્રામ પર જેઠાલાલના ઘણા સંવાદોને લોકો ખૂબ પસંદ કરે છે

26 September, 2022 04:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

વર્ષા બુમરાહ બની ‘સુપર મૉમ’

જુલાઈમાં આ શો શરૂ થયો હતો અને ત્રણ મહિના બાદ ગઈ કાલે એનો ફિનાલે હતો

26 September, 2022 03:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

War બાદ હવે નેહા અને ફાલ્ગુનીનું પેચઅપ? Indian Idolના નવા પ્રોમોની જુઓ હકિકત

લડાઈ દરમિયાન નેહા અને ફાલ્ગુનીને એકસાથે જોઈને લોકો કન્ફ્યૂઝ (Users Confused) થઈ ગયાં છે અને પૂછી રહ્યાં છે કે આખરે આ થઈ શું રહ્યું છે? પણ ખરેખર હકિકત શું છે તે આવો જાણીએ અહીં...

26 September, 2022 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK