આ વિશે વાત કરતાં સુરભિએ કહ્યું હતું કે ‘સુરેખા મૅમ ઍક્ટિંગની સાથે એક વ્યક્તિ તરીકે પણ એકદમ અદ્ભુત હતાં. તેઓ એનર્જીથી ભરપૂર અને પોતાના કામની સાથે ખૂબ જ ઈમાનદાર હતાં
સુરભિ જ્યોતિ
સુરભિ જ્યોતિ પોતાને ખુશનસીબ માને છે કે તેને સુરેખા સિકરી સાથે કામ કરવાની તક મળી. તેમની ‘ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા હૈ?’ દસ સપ્ટેમ્બરે Zee5 પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સુરભિ અને સુરેખા સિકરીએ સાથે કામ કર્યું છે. જોકે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ સુરેખાજીનો સ્વર્ગવાસ થયો હતો. આ વિશે વાત કરતાં સુરભિએ કહ્યું હતું કે ‘સુરેખા મૅમ ઍક્ટિંગની સાથે એક વ્યક્તિ તરીકે પણ એકદમ અદ્ભુત હતાં. તેઓ એનર્જીથી ભરપૂર અને પોતાના કામની સાથે ખૂબ જ ઈમાનદાર હતાં. તેઓ ખૂબ જ પૉઝિટિવ હતાં અને એનાથી અમને પ્રેરણા મળતી હતી. તેમનો સ્પિરિટ પણ કાબિલે દાદ હતો. તેઓ દરેક દૃશ્યમાં પોતાના સો ટકા આપતાં હતાં અને મને લાગે છે કે એથી જ તેઓ લેજન્ડરી બન્યાં છે. હું પોતાને નસીબદાર માનું છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી.’


