સતત ચોથા વીકમાં પણ પાંચમાંથી ચાર સિરિયલ એક જ ચૅનલની આવી હોય એવું પહેલી વાર બન્યું
અનુપમાઁ
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા એટલે કે બીએઆરસીએ રિલીઝ કરેલા આંકડા મુજબ ગયા વીકમાં દેશમાં સૌથી વધારે જોવાયેલા ટોચના પાંચ પ્રોગ્રામમાંથી ચાર પ્રોગ્રામ સ્ટાર પ્લસના છે, જ્યારે ટોચના પાંચ શોમાં એક શો ઝીટીવીનો છે. આ રિઝલ્ટ આજે આવ્યું છે એવું નથી. આ છેલ્લાં ચાર વીકથી ચાલતું આવ્યું છે અને કદાચ દેશમાં પહેલી વાર એવું બન્યું છે કે ટોચના પાંચ શોમાંથી ચાર શો કોઈ એક જ ચૅનલના હોય.
સ્ટાર પ્લસના જે ચાર શો ચાર્ટબસ્ટર બન્યા છે એમાં ‘અનુપમા’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘ઇમલી’ અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’નો સમાવેશ છે; જ્યારે એક શો ઝીટીવીનો આ ટોચના પાંચ શોમાં આવ્યો છે જે છે ‘કુંડલી ભાગ્ય’. ક્રમની દૃષ્ટિએ વાત કરીએ તો ‘કુંડલી ભાગ્ય’ ચોથા નંબરે છે. મજાની વાત એ છે કે આ પાંચેપાંચ શો માત્ર અર્બન ઑડિયન્સને જ નહીં, રૂરલ ઑડિયન્સમાં પણ ટૉપ પર રહ્યા છે.


