તે હાલમાં ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને અનુ મલિક અને નીતિ મોહનની સાથે મળીને જજ કરી રહ્યો છે.
શંકર મહાદેવન
શંકર મહાદેવને ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ના ટૉપ સિક્સ કન્ટેસ્ટન્ટને એક-એક લાખ રૂપિયાની સ્કૉલરશિપ આપી છે. તે હાલમાં ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને અનુ મલિક અને નીતિ મોહનની સાથે મળીને જજ કરી રહ્યો છે. આ સીઝનના સેમી ફાઇનલમાં ટૉપ સિક્સ કન્ટેસ્ટન્ટ છે. આ કન્ટેસ્ટન્ટની જર્નીને જોઈને ખુશ થતાં શંકર મહાદેવને દરેકને એક-એક લાખ રૂપિયાની સ્કૉલરશિપ અને ટૅબ્લેટ આપવાનું નક્કી કર્યું છે. આના વિશે વાત કરતાં શંકર મહાદેવને કહ્યુ કે ‘આ શોની શરૂઆતથી જ દરેક સ્પર્ધક અમને ઇમ્પ્રેસ કરતા આવ્યા છે અને આ શોમાં આટલી અદ્ભુત ટૅલન્ટને જોઈને અમે ખૂબ જ ખુશ છીએ. તેમને અપ્રિસિયેશન આપવા માટે મેં અને મારી ઍકૅડેમીમાં મારા પાર્ટનર શ્રીધર રંગનાથને નક્કી કર્યું છે કે અમે એક લાખ રૂપિયાની સ્કૉલરશિપ અને ટૅબ્લેટ ટૉપ સિક્સ કન્ટેસ્ટન્ટને આપીશું. મારી અને મારી ઍકૅડેમી તરફથી હું તેમને આ નાની ગિફ્ટ આપવા માગું છું.’

