Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સ્પર્ધકને લાઇવ શોમાં પર્ફોર્મ કરવાની ઑફર આપી શંકર મહાદેવને

સ્પર્ધકને લાઇવ શોમાં પર્ફોર્મ કરવાની ઑફર આપી શંકર મહાદેવને

04 November, 2022 02:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શંકર મહાદેવન હાલમાં ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને જજ કરી રહ્યો છે

શોની સ્પર્ધક જ્ઞાનેશ્વરી અને શંકર મહાદેવન

Sa Re Ga Ma Pa Little Champs

શોની સ્પર્ધક જ્ઞાનેશ્વરી અને શંકર મહાદેવન


શંકર મહાદેવને તેની કૉન્સર્ટમાં સ્પર્ધક જ્ઞાનેશ્વરીને પર્ફોર્મ કરવા માટે ઇન્વાઇટ કરી છે. શંકર મહાદેવન હાલમાં ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને જજ કરી રહ્યો છે. આ શોની સ્પર્ધક જ્ઞાનેશ્વરીથી તે ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયો હતો. આ શોના સ્પેશ્યલ એપિસોડ ‘સુરોં કા દરબાર’માં વરુણ ધવન અને ક્રિતી સૅનને હાજરી આપી હતી. આ એપિસોડમાં જ્ઞાનેશ્વરીએ ‘જૂઠે નૈના બોલે સાંચી બતિયાં’ પર્ફોર્મ કર્યું હતું.

આ પર્ફોર્મન્સ બાદ શંકર મહાદેવને કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે વધુને વધુ લોકો જ્ઞાનેશ્વરીને સાંભળે અને એથી હું ઇચ્છું છું કે આપણી કરમભૂમિ મુંબઈમાં તે લાઇવ પર્ફોર્મ કરે. તે અને તેની ફૅમિલી કન્ફર્ટેબલ હોય તો હું ઇચ્છું છું કે ત્રણ ડિસેમ્બરે મુંબઈમાં થઈ રહેલી મારી મ્યુઝિક કૉન્સર્ટ ‘શંકર મહાદેવન લાઇવ શો’માં તે પર્ફોર્મ કરે.’


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2022 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK