સાક્ષીએ ૨૦૧૮માં નવ મહિનાની બાળકીને અડૉપ્ટ કરી હતી, જેનું નામ તેણે દિત્યા રાખ્યું હતું
સાક્ષી તનવર
સાક્ષી તનવર સિંગલ મધર હોવાથી લિમિટેડ કામ કરવાનું પસંદ કરે છે. કામ અને દીકરીના ઉછેર વચ્ચે તેનાથી શક્ય હોય એટલું બૅલૅન્સ રાખવાની તે કોશિશ કરે છે. આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપની ‘શર્માજી કી બેટી’માં સાક્ષીએ કામ કર્યું હતું જે પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ હતી. સાક્ષી ૨૦૧૮માં નવ મહિનાની બાળકીને અડૉપ્ટ કરી હતી, જેનું નામ તેણે દિત્યા રાખ્યું હતું. આ વિશે વાત કરતાં સાક્ષીએ કહ્યું હતું કે ‘સોસાયટીની આશાઓ અને મહિલાનાં પોતાનાં સપનાંઓ વચ્ચે બૅલૅન્સ જાળવવું એક સ્ત્રી માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ બધાની વચ્ચે બાળકની પોતાની આશાઓ હોય છે એને પણ અટેન્શન જોઈતું હોય છે. એક પેરન્ટ તરીકે તમે હંમેશાં લાઇફમાં બૅલૅન્સ કરવાની કોશિશ કરો છો. હું ટિપિકલ વર્કિંગ મૉમ નથી, કારણ કે મારી જૉબ નવથી પાંચની નથી. મારે સવારે વહેલા ઊઠીને કામ પર જવાનું અને સાંજે આવવાનું એવું નથી. હું મારી ઇચ્છા પ્રમાણે મારું શૂટ પ્લાન કરી શકું છું. હું વર્ષમાં ૫૦થી ૬૫ દિવસ જ કામ કરું છું.’


