° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


હવે સિરિયલોમાં પહેલાં જેવી ગ્રૅન્ડ વેડિંગ સેરેમની નથી થતી!

18 June, 2021 12:25 PM IST | Mumbai | Nirali Dave

‘વો રહનેવાલી મહલોં કી’, ‘રંજુ કી બેટિયાં’ ફેમ રીના કપૂર કોરોના પહેલાં શૂટ થતી વેડિંગ સીક્વન્સને મિસ કરી રહી છે

રીના કપૂર

રીના કપૂર

દંગલ ચૅનલના શો ‘રંજુ કી બેટિયાં’ની લીડ ઍક્ટ્રેસ રીના કપૂરનું કહેવું છે કે સિરિયલોમાં પહેલાં જે રીતે ભવ્ય વેડિંગ સીન્સ જોવા મળતા એ હવે નથી જોવા મળતા અને કદાચ નજીકના ભવિષ્યમાં પણ નહીં જોવા મળે, થૅન્ક્સ ટુ કોરોના! તાજેતરમાં ‘રંજુ કી બેટિયાં’માં રંજુની સૌથી મોટી દીકરી શાલુ (મોનિકા ચૌહાણ)નાં લગ્નની સીક્વન્સનું શૂટ કરવામાં આવ્યું છે અને આ દરમ્યાન રીના કપૂરે અનુભવ્યું કે વેડિંગ સીક્વન્સમાં હવે પહેલાં જેવો ઉત્સવનો માહોલ નથી. પહેલાં તો લગ્નના સીન માટે તૈયારીઓ જોરશોરથી ચાલતી, મેંદી, સંગીત વગેરેનાં અલગ ફંક્શન યોજાતાં. હવે એ ગ્રૅન્ડ સેલિબ્રેશન નથી જોવા મળતું.

રીના કપૂર કહે છે, ‘હવે પહેલાં જેવું બિલકુલ નથી રહ્યું. આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે ઓછા લોકોની સંખ્યામાં શૂટ કરવું અનિવાર્ય છે. ‘રંજુ કી બેટિયાં’નું શૂટ બહુ ઓછા ડેકોરેશન અને ઓછા લોકો સાથે પૂરું કરવામાં આવ્યું છે. કોણ કેવું લાગે છે એ વિશે ચર્ચા જ નથી થતી કેમ કે કપડાં અને જ્વેલરીની અછતને લીધે બધાએ સિમ્પલ લુક અપનાવ્યો છે. સૌથી મોટી ચૅલેન્જ એ હતી કે અમે ખુલ્લામાં ધોમધખતા તાપમાં શૂટ કર્યું છે અને મેકઅપ ન બગડે એનું ધ્યાન રાખ્યું છે.’

18 June, 2021 12:25 PM IST | Mumbai | Nirali Dave

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

મને ઈન્વિટેશન હોત તોય ન જ જાત…

આમ જાન કુમાર સાનુએ રાહુલ વૈદ્યના લગ્નના આમંત્રણ વિશે પુછાતા કહ્યું

29 July, 2021 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

એલેનાનું પાત્ર મારા દિલની ખૂબ જ નજીક છે: પ્રેરણા પનવર

સોની પર આવી રહેલા ‘કુછ રંગ પ્યાર કે ઐસૈ ભી : નયી કહાની’માં ઓરિજિનલ કાસ્ટને રાખવામાં આવી છે

29 July, 2021 11:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ’થી રશ્મિ દેસાઈમાં આવ્યો ભરપૂર ચૅન્જ

‘તંદૂર’થી ડિજિટલ ડેબ્યુ કરનાર ઍક્ટ્રેસ કહે છે હવે હું મારાથી ખુશ તો છું જ પણ સૅલ્ફ લવનો અર્થ પણ સમજી છું

29 July, 2021 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK