રિત્વિક ભૌમિકની સાથે ‘બંદિશ બૅન્ડિટ’માં શ્રેયા ચૌધરી, રાજેશ તૈંલગ અને શિબા ચઢ્ઢા જોવા મળ્યાં હતાં.
રિત્વિક ભૌમિક
કોરોનાની બીજી લહેર દિવસે-દિવસે વધી રહી છે. મહારાષ્ટ્રમાં તો સપ્તાહના અંતે શનિ-રવિ સંપૂર્ણ બંધી છે, જ્યારે બાકીના દિવસોમાં નાઇટ લૉકડાઉન છે. એવામાં ગયા વર્ષે ઍમેઝૉન પ્રાઇમ પર આવેલી અને અત્યંત જાણીતી થયેલી મ્યુઝિકલ વેબ-સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ’માં રાધેનું પાત્ર ભજવનાર અભિનેતા રિત્વિક ભૌમિક કોરોના-સંક્રમિત થયો છે. તેણે આ સમાચાર રવિવારે સવારે સોશ્યલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.
રિત્વિકે લખ્યું હતું કે ‘મને આજે સવારે કોવિડ-19 પૉઝિટિવ આવ્યો છે અને હું અત્યારે હોમ-ક્વૉરન્ટીન છું. હું જલદી સાજો થઈ જઈશ એવી મને આશા છે.’ રિત્વિક ભૌમિકની સાથે ‘બંદિશ બૅન્ડિટ’માં શ્રેયા ચૌધરી, રાજેશ તૈંલગ અને શિબા ચઢ્ઢા જોવા મળ્યાં હતાં.