તે ઓડિશાની સમ્બલપુર યુનિવર્સિટીમાંથી પીએચડીનો સ્ટડી કરી રહી છે.

સંભાબના મોહંતી
ઝી ટીવી પર આવતા ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં જોવા મળી રહેલી સંભાબના મોહંતી હવે સોશ્યોલૉજીમાં પીએચડી કરવાની તૈયારી કરી રહી છે. તે આ શોમાં દામિનીનું પાત્ર ભજવી રહી છે. તે આ શોમાં કામ કરવાની સાથે ભણી પણ રહી છે. તે ઓડિશાની સમ્બલપુર યુનિવર્સિટીમાંથી પીએચડીનો સ્ટડી કરી રહી છે. આ વિશે વાત કરતાં સંભાબનાએ કહ્યું કે ‘મારી મમ્મી ઓડિશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઍક્ટર છે અને મારા પપ્પા મ્યુઝિક આલબમ ડિરેક્ટર છે એમ છતાં મને સ્ટડી ગમે છે. મારા ગ્રૅજ્યુએશન બાદ મેં હિન્દી અને ઓડિયા ટીવીમાં કામ શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ મેં મારો સ્ટડી કરવાનું નક્કી કર્યું અને હવે સોશ્યોલૉજીમાં પીએચડી કરી રહી છું. મેં આ સ્ટડી માટે સાઇન અપ કર્યું ને મને ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’ની ઑફર મળી હતી. મેં તરત જ એ ઑફરને સ્વીકારી લીધી હતી. કામ અને સ્ટડી વચ્ચે ઝોલાં ખાવાં સહેલું નથી. મારે એકદમ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢવો મુશ્કેલ થઈ જાય છે. જોકે મારી પ્રોડક્શન ટીમ અને મારા પ્રોફેસર્સ બન્ને મને ખૂબ જ સપોર્ટ કરે છે. આથી હું બન્ને વસ્તુને મૅનેજ કરી શકુ છું. આશા રાખી રહી છુ કે હું મારી એક્ઝામ ક્લિયર કરી શકું.’