Olympic medallist Aman Sherawat to celebrates Ganeshotsav: શોની ગોકુલધામ સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે તેના મનપસંદ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટની મુલાકાત લીધી હતી.
આગામી ઍપિસોડ્સમાં ભારતના સ્પોર્ટ્સ સ્ટાર અને પૅરિસ ઑલિમ્પિક્સ 2024 બ્રોન્ઝ મેડલ વિજેતા અમન શેરાવત શોમાં જોવા મળશે
સોની સબ પર આવતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Olympic medallist Aman Sherawat to celebrates Ganeshotsav) છેલ્લા 16 વર્ષથી દર્શકોની સૌથી ફેવરિટ ટીવી સિરિયલ રહી છે. આ શો વિવિધ સંસ્કૃતિઓના સંઘ સાથે તહેવારોની ઉજવણી કરવા તેમજ સમયની જરૂરિયાતમાં એકબીજાને મદદ કરવાની સાથે દરેક સમુદાયની ભાવનાની ઉજવણી કરે છે. અનેક વર્ષોથી આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોને મનોરંજન પૂરું પાડવા અને આકર્ષિત કરવા માટે વિવિધ સેલિબ્રિટીઝ સાથે પોતાનો એક જુદો જ ફૅન બેસ બનાવી લીધો છે અને હવે ફરી એક વખત શોમાં આવી જ એક સેલિબ્રિટી સાથે જોડાઈ છે.
આ સેલિબ્રિટી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ખૂબ મોટા ચાહક છે. આગામી ઍપિસોડ્સમાં ભારતના સ્પોર્ટ્સ સ્ટાર અને પૅરિસ ઑલિમ્પિક્સ 2024 બ્રોન્ઝ મેડલ વિજેતા અમન શેરાવત શોમાં જોવા મળશે. અમન શેરાવત વ્યક્તિગત ઑલિમ્પિક મેડલ જીતનાર ભારતના સૌથી યુવા ભારતના ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ છે. દેશના પ્રખ્યાત કુસ્તીબાજ શોની ગોકુલધામ સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે તેના મનપસંદ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટની મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની ગોકુલધામ સોસાયટી તહેવારોની ભવ્ય ઉજવણી માટે જાણીતી છે અને આ વર્ષે અમનની હાજરીને કારણે ગણેશોત્સવનો તહેવાર (Olympic medallist Aman Sherawat to celebrates Ganeshotsav) વધુ વિશેષ બન્યો છે. મહિલા મંડળે સમાજને વિવિધ ભારતીય રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી સાડીઓથી શણગાર્યું છે, જે ઉજવણીને રંગીન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ પૃષ્ઠભૂમિ બનાવે છે. અમન શેરાવત શોની કાસ્ટ અને પ્રોડ્યુસર અસિત કુમાર મોદી સાથે ખાસ સેગમેન્ટમાં જોડાયા હતા જ્યાં તેમણે પ્રિય ટપ્પુ સેના સહિત ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી અને ગણપતિ બાપ્પાની આરતી કરી હતી.
ઑલિમ્પિક મેડલિસ્ટ અને કુસ્તીબાજ અમન શેરાવતે (Olympic medallist Aman Sherawat to celebrates Ganeshotsav) કહ્યું હતું કે, "હું નાનપણથી જ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`નો ખૂબ જ મોટો ફૅન છું, તેથી સેટ પર હોવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. ગોકુલધામ સોસાયટીના સભ્યોની ઉર્જા અને હૂંફ તેઓ વાસ્તવિક જીવનમાં એટલા જ વાઇબ્રેન્ટ છે જેટલા તેઓ સ્ક્રીન પર છે, ટપ્પુ સેના સાથે વાતચીત કરવી અને ગણેશ આરતી કરવી એ એક અદ્ભુત અનુભવ હતો.
ઑલિમ્પિક (Olympic medallist Aman Sherawat to celebrates Ganeshotsav) માટેની તેની તૈયારી વિશે જણાવતા, અમન શેરાવતે ઉમેર્યું, "જ્યારે પણ હું નિરાશ અથવા થાકી જતો ત્યારે પ્રેક્ટિસ કરતી વખતે, હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઍપિસોડ જોતો હતો અને આ મને ફરીથી તૈયારી શરૂ કરવા માટે ઉત્સાહિત કરે છે. શૂટિંગ દરમિયાન દરેક કલાકારોને મળીને હું ખૂબ જ ખુશ છું. આ શો લોકોને ખૂબ જ આનંદ આપે છે, અને હું આ ભાવનાનો એક ભાગ બનવા માટે સન્માનિત છું."