Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં BJPના ઉમેદવારનો વિજય

વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં BJPના ઉમેદવારનો વિજય

Published : 04 August, 2026 11:49 AM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPના ઉમેદવાર સતેન્દ્ર પટેલે કૉન્ગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી સામે મેળવી જીત : BJPએ પોતાની બેઠક જાળવી રાખી

વડોદરામાં વિજેતા ઉમેદવારનું વિજયી સરઘસ નીકળ્યું હતું

વડોદરામાં વિજેતા ઉમેદવારનું વિજયી સરઘસ નીકળ્યું હતું


વડોદરામાં ગુજરાત વિધાનસભાની માંજલપુર વિધાનસભા મતવિસ્તારની યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જતના પાર્ટી (BJP)ના ઉમેદવાર સતેન્દ્ર પટેલ ઉર્ફે સતીશ પટેલનો વિજય થયો છે. BJPએ આ બેઠક વધુ એક વખત જાળવી રાખી છે.

માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીની ગઈ કાલે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. એમાં BJPના ઉમેદવાર સતેન્દ્ર પટેલને ૫૫,૪૮૧ મત મળ્યા હતા, જ્યારે કૉન્ગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને ૨૪,૮૫૧ મત મળ્યા હતા. આ મતગણતરી દરમ્યાન નન ઑફ ધ અબોવ (NOTA)માં ૨૨૪૭ મત પડ્યા હતા, જ્યારે ૧૨ મત રદ થયા હતા. ઉલ્લેખનીય છે કે BJPના વિધાનસભ્ય સ્વ. યોગેશ પટેલના નિધનને કારણે માંજલપુર બેઠક ખાલી પડી હતી અને એ માટે ચૂંટણી યોજાઈ હતી. જીત બાદ વિજેતા ઉમેદવારનું વિજયી સરઘસ યોજાયું હતું.



વિધાનસભાની પેટાચૂંટણીમાં BJPનો વિજય થતાં BJP ગુજરાતના પ્રદેશ-પ્રવક્તા ડૉ. અનિલ પટેલે માંજલપુરની જનતાનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે ‘તમામ કાર્યકર્તાઓના પરિશ્રમનું આ પરિણામ છે. માંજલપુરની બેઠક પર સ્વ. યોગેશ પટેલની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને ઉમેદવાર સતીશ પટેલની જાહેર જીવનમાં કામગીરીની સુવાસને કારણે તેમનો ૩૦,૫૦૦ કરતાં વધુ મતની લીડથી વિજય થયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 11:49 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK