ઍક્ટર બનવાનું પોતાનું સપનું સાકાર કરવા માટે આગરાથી આયેશા મુંબઈ આવી છે.
આયેશા સિંહ
આયેશા સિંહનું કહેવું છે કે તેના પેરન્ટ્સ આજે પણ તેને લઈને ચિંતિત રહે છે. ઍક્ટર બનવાનું પોતાનું સપનું સાકાર કરવા માટે આગરાથી આયેશા મુંબઈ આવી છે. તેણે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘ઝિંદગી બાકી હૈ મેરે ઘોસ્ટ’ અને ‘ડોલી અરમાનોં કી’માં કામ કર્યું છે. તે લૉયરની કરીઅર છોડીને ઍક્ટર બનવા આવી હતી. એને લઈને તેના પેરન્ટ્સ પણ ખૂબ ચિંતા કરે છે. એ વિશે આયંશાએ કહ્યું કે ‘મારો પરિવાર મારા કરતાં વધુ ચિંતા કરે છે. ખાસ કરીને તો મારા બૅકગ્રાઉન્ડને લઈને. હું આગરાથી આવી છું અને મારા પેરન્ટ્સ હજી પણ ત્યાં જ રહે છે. તેમણે મને અહીં મારાં સપનાંઓ પૂરાં કરવા માટે મોકલી છે, કારણ કે તેમને મારા પર વિશ્વાસ છે. જોકે હજી પણ તેમને મારી ચિંતા થયા કરે છે. કલાકારો હંમેશાં પોતાનાં સપનાંને પૂરાં કરવામાં વ્યસ્ત હોય છે. જોકે પરિવારની ચિંતા અને ડર પણ યોગ્ય છે. ક્યારેક તો હું પણ તેમની આવી ચિંતાને લઈને વ્યાકુળ થઈ જાઉં છું, પરંતુ તેમનું ચિંતા કરવું પણ યોગ્ય છે.’ થિયેટર ગ્રુપ સાથે ગુજરાત ગઈ હોવાનો અનુભવ શૅર કરતાં આયેશાએ કહ્યું કે ‘મને આજે પણ યાદ છે કે હું એક વખત થિયેટર ગ્રુપ સાથે ગુજરાત જઈ રહી હતી અને હું બૅકસ્ટેજ હતી. મારે પર્ફોર્મ નહોતું કરવાનું. એથી મારી મમ્મીને ચિંતા પણ થઈ હતી. તેની ઇચ્છા હતી કે મને સિક્યૉર જૉબ મળી જાય.


