નવો શો લગાઓ બોલી લઈને આવી શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પા શેટ્ટી કુન્દ્રા
મુંબઈ : શિલ્પા શેટ્ટી કુન્દ્રા બહુ જલદી તેના પતિ રાજ કુન્દ્રા સાથે ઝી ટીવી પર એક નવો શો ‘લગાઓ બોલી’ લઈને આવી રહી છે. શિલ્પાના દીકરા વિઆનના નામ પરથી શરૂ કરવામાં આવેલી વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આ શોને પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે. આ એક ગૅમિંગ અને ટેક્નૉલૉજી કંપની છે. આ એકદમ અલગ પ્રકારની ગેમ છે, જેમાં લાઇવ શોમાં દર્શકો ટીવી પર બેઠા-બેઠા પ્રોડક્ટ માટે બોલી લગાવી શકશે.
આ પણ વાંચો : અમ્રિતસરી હોવાથી કૉમેડી મારામાં નૅચરલી આવે છે: ભારતી સિંહ
ADVERTISEMENT
શિલ્પા આ શોના પહેલાં એપિસોડને હોસ્ટ કરશે. આ શોમાં જે પણ વ્યક્તિ સૌથી ઓછી અને યુનિક બોલી લગાવશે એનું નામ અને લૉકેશન ફોટોની સાથે સ્ક્રીન પર જોવા મળશે. આ શોને પ્રિતોશ ત્રિપાઠી અને અનિતા હસનંદાની હોસ્ટ કરશે.