અંજુમ ફકીહ હાલમાં સાઉથ આફ્રિકા છે.
અંજુમ ફકીહ
‘ખતરોં કે ખિલાડી 13’માં ભાગ લેવા પહોંચેલી અંજુમ ફકીહને લોકો લેસ્બિયન માને છે. જોકે તેણે આ વાતનો ઇનકાર કર્યો છે. તે હાલમાં સાઉથ આફ્રિકા છે. પોતાના વિશે ફેલાયેલી આ અફવા વિશે અંજુમે કહ્યું કે ‘લોકોને એમ લાગે છે કે મને મહિલાઓમાં ઇન્ટરેસ્ટ છે. મને એ સાંભળવાનું ગમે છે, પરંતુ હું એવી નથી એ વાતની હું ચોખવટ કરવા માગું છું.’ થોડા સમય પહેલાં ‘કુંડલી ભાગ્ય’માં તેની બહેનનો રોલ ભજવતી શ્રદ્ધા આર્યાનો અને અંજુમનો એક ફોટો વાઇરલ થયો છે. એ ફોટોમાં શ્રદ્ધાનો હાથ અંજુમની બ્રેસ્ટ પર છે. એ ફોટો વાઇરલ થતાં એવી અફવા ફેલાઈ કે અંજુમને મહિલાઓમાં રસ છે. એ વિશે અંજુમે કહ્યું કે ‘હું મારી ગર્લફ્રેન્ડ્સ સાથે ખૂબ ક્લોઝ હોઉં છું. ક્યારેક તો હું તેમના ગાલને બદલે તેમના હોઠ પર કિસ કરું છું. આ મારી પર્સનાલિટી છે અને લોકો એમ માની બેસે છે કે મને છોકરીઓ ગમે છે, પણ એવું જરાય નથી. હું મારી ગર્લફ્રેન્ડ્સને ખૂબ પ્રેમ કરું છું.’

