સલમાન ખાન સાથે ‘જય હો’માં જોવા મળેલી ડેઇઝી શાહ પણ ‘ખતરોં કે ખિલાડી 13’માં જોવા મળે એવી શક્યતા છે. હાલમાં તેણે કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ફાઇલ તસવીર
રોહિત રૉયનું કહેવું છે કે ‘ખતરોં કે ખિલાડી 13’ને તે એક રિયલિટી શો તરીકે નહીં, પરંતુ એને એક એડ્રનાલાઇન રશ તરીકે જુએ છે. આ શોમાં તે પણ સ્ટન્ટ્સ કરતો જોવા મળવાનો છે. રોહિત શેટ્ટી દ્વારા હૉસ્ટ કરવામાં આવતા આ શોને લઈને રોહિત રૉયે કહ્યું કે ‘હું અતિશય નર્વસ છું. અમે સ્ક્રીન પર ભલે હીરો હોઈએ અને મેં તો મારા મોટા ભાગના સ્ટન્ટ્સ જાતે જ કર્યા છે. એને કારણે મારા શરીરનાં અનેક હાડકાંઓને ઈજા પણ થઈ છે, પરંતુ આવા પ્રકારના સ્ટન્ટ્સ તો તાત્કાલિક કરવામાં આવે છે. અમને તો કોઈ રિહર્સલ્સ કે પછી ટ્રેઇનિંગ પણ નથી અપાતી. બધા જ નર્વસ છે. હું પણ નર્વસ છું.’ રોહિત ૨૯ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. રિયલિટી શો વિશે રોહિત રૉયે કહ્યું કે ‘હું રિયલિટી શોમાં કદી ભાગ નહોતો લેવા માગતો, કારણ કે હું એને એન્જૉય નથી કરતો. છેલ્લાં ૨૦ વર્ષથી હું વિવિધ શો હોસ્ટ કરું છું, પરંતુ ‘ખતરોં કે ખિલાડી’ માત્ર એક રિયલિટી શો નથી. આ એક એવો શો છે જેનો અનુભવ લેવા માટે તમે પણ આતુર રહો છો. એમાં ખૂબ મજા આવવાની છે અને મારી બકેટ લિસ્ટની બધી ઇચ્છાઓ પૂરી થવાની છે. અહીં તો મને મારી ઇચ્છાઓ પૂરી કરવાના પૈસા મળવાના છે. મને આ તક આપવા માટે હું આભારી છું. આને હું એક રિયલિટી શો તરીકે નથી જોતો, હું એને એડ્રિનલિન રશ તરીકે જોઉં છું.’