તેને ટ્રોફીની સાથે ૨૦ લાખ રૂપિયા મળ્યા
ગુંજન સિંહા અને તેજસ વર્મા
કલર્સ પર આવતા ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા 10’ની ટ્રોફી જીત્યા બાદ ગુંજન સિંહા અને તેજસ વર્માની ખુશીની કોઈ સીમા નથી રહી. આ જીત માટે ગુંજને તેની ટીમે કરેલી મહેનતનો આભાર માન્યો છે. તેને ટ્રોફીની સાથે ૨૦ લાખ રૂપિયા મળ્યા છે. આ શોને કરણ જોહર, માધુરી દીક્ષિત નેને અને નોરા ફતેહી જજ કરતાં હતાં. ગુંજને અગાઉ અનેક ડાન્સ રિયલિટી શોમાં ભાગ લીધો છે. ‘ઝલક દિખલા જા 10’માં ફૈઝલ શેખ અને રુબીના દિલૈક રનરઅપ રહ્યાં હતાં. પોતાને મળેલી સફળતા પર ખુશી વ્યક્ત કરતાં ગુંજન સિંહાએ કહ્યું કે ‘મારી જર્ની ‘ઝલક દિખલા જા 10’ સાથે ખૂબ રોચક રહી છે. આ શો સાથે જોડાયેલી સુંદર યાદોને હું સાથે લઈ જઈશ. મારા પાર્ટનર તેજસ વર્મા અને કોરિયોગ્રાફર સાગર બોરાનો હું આભાર માનું છું. તેઓ મારી પ્રેરણાનો સ્રોત રહ્યા છે. જજિઝ કરણ જોહર, માધુરી દીક્ષિત નેને અને નોરા ફતેહીને ખૂબ પ્રેમ. તેઓ મને હંમેશાં અમૂલ્ય માર્ગદર્શન આપતાં હતાં કે મારે મારા ડાન્સના લેવલને હાઈ રાખવાનો છે. ભારતના સૌથી વધુ પ્રસિદ્ધ ડાન્સ-શો જિતાડવા માટે મારી ટીમે જે સખત મહેનત કરી એ માટે હું તેમની આભારી છું.’


