લાસ્ટ એપિસોડમાં જ મનીષને ગળાનું ઇન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે
મનીષ પૉલ અને અર્જુન બિજલાણી
‘ઝલક દિખલા જા 10’ના વીક-એન્ડના એપિસોડને હોસ્ટ કરવા અર્જુન બિજલાણી આવવાનો છે. કલર્સ પર આવતો ડાન્સ રિયલિટી શો મનીષ પૉલ હોસ્ટ કરે છે. જોકે એવું જાણવા મળ્યું છે કે મનીષની તબિયત ખરાબ થતાં તેના સ્થાને અર્જુનને લેવામાં આવ્યો છે. લાસ્ટ એપિસોડમાં જ મનીષને ગળાનું ઇન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે. કલર્સ પર દર શનિવારે અને રવિવારે રાતે ૮ વાગ્યે આવતા આ શોને માધુરી દીક્ષિત નેને, કરણ જોહર અને નોરા ફતેહી જજ કરે છે. મનીષ પૉલ આ શોમાં ક્યારે પાછો આવશે એની માહિતી નથી મળી.

