માલિનીનું કૅરૅક્ટર કરતી મયૂરી દેશમુખ ભલે સિરિયલમાં પ્રોફેસર બની હોય, પણ રિયલમાં તે ડૉક્ટર છે અને એટલે જ બધા તેને ડૉક્ટર કહીને બોલાવે છે
મયૂરી દેશમુખ
સ્ટાર ભારતના સુપરહિટ શો ‘ઇમલી’માં પ્રોફેસર માલિનીનું કૅરૅક્ટર કરતી મયૂરી દેશમુખ સેટ પર પહોંચે કે તરત બધા તેને ‘ડૉક્ટર મૅડમ’ના નામે બોલાવવા માંડે છે. પ્રોફેસરનું કૅરૅક્ટર કરતી ઍક્ટ્રેસને ડૉક્ટરનું સંબોધન કરવાનું કારણ જાણવું હોય તો તમારે મયૂરીના બૅકગ્રાઉન્ડને ચકાસવું પડે.
મયૂરી દેશમુખ પોતે ડૉક્ટર છે અને ડેન્ટિસ્ટ તરીકે પ્રૅક્ટિસ પણ કરતી. મયૂરીની આ પહેલી સિરિયલ છે અને આ જ સિરિયલથી તે ઍક્ટિંગ ફીલ્ડમાં આવી છે. મયૂરી કહે છે, ‘હું બહુ ભણેશરી હતી. મેડિકલના સેકન્ડ યરમાં હતી ત્યારે જ મને લાગ્યું કે હું આ ખોટા ફીલ્ડમાં છું. મને એવું કામ કરવું હતું જેમાં મને સંતોષ મળે, રાતે હું શાંતિથી મારો ગ્રોથ જોઈ શકતી હોઉં. અફકોર્સ પહેલાં મેં નાટકો લખ્યાં હતાં અને સ્કૂલ-કૉલેજમાં ઍક્ટિંગ પણ કરી લેતી, પણ એ એટલા પૂરતું સીમિત હતું.’
ADVERTISEMENT
ડૉક્ટરી પૂરી કરીને મયૂરીએ સિરિયસલી ઍક્ટિંગ માટે વિચાર્યું અને એ જ પિરિયડમાં તેને ‘ઇમલી’ના ઑડિશનની ખબર પડી અને ઑડિશનમાં તે પાસ પણ થઈ ગઈ. મયૂરી કહે છે, ‘હવે પ્રૅક્ટિસ કરું છું, પણ એ ઍક્ટિંગના ફીલ્ડમાં અને આ જ ફીલ્ડ મારું ભવિષ્ય છે.’


