Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘પૉઝિટિવ થતાં હું ખૂબ જ રડી હતી’

‘પૉઝિટિવ થતાં હું ખૂબ જ રડી હતી’

12 January, 2022 09:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આવું કહ્યું ડેલનાઝ ઈરાનીએ

‘પૉઝિટિવ થતાં હું ખૂબ જ રડી હતી’

‘પૉઝિટિવ થતાં હું ખૂબ જ રડી હતી’


ડેલનાઝ ઈરાનીનું કહેવું છે કે તે જ્યારે પૉઝિટિવ આવી હતી ત્યારે તે ખૂબ જ રડી હતી. તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. તે હવે મેન્ટલી અને ફિઝિકલી પોતાને વધુ સ્વસ્થ માની રહી છે. આ વિશે વાત કરતાં ડેલનાઝ ઈરાનીએ કહ્યું હતું કે ‘આજે સવારે (ગઈ કાલે) મારી ટેસ્ટ નેગેટિવ આવી છે. સાત દિવસ બાદ મને કોઈ સિમ્ટમ્સ નહોતાં અને આજે મારો દસમો દિવસ છે. હું મારા રિપોર્ટની રાહ જોઈ રહી હતી જેથી હું મારું કામ શરૂ કરી શકું. સાતમા દિવસ બાદ હું વધુ સારું ફીલ કરી રહી હતી અને રિકવર થઈ રહી હતી. હું ફરી સેટ પર જઈને મારું કામ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. પહેલી જાન્યુઆરીએ મારી ટેસ્ટ પૉઝિટિવ આવી ત્યારે હું ખૂબ જ રડી રહી હતી. હું નહોતી ઇચ્છતી કે મારું વર્ષ આ રીતે શરૂ થાય. જોકે કહેવાય છેને તમે જ્યારે કોઈ તકલીફમાંથી પસાર થાઓ છો ત્યારે વધુ સ્ટ્રૉન્ગ બનો છે. હવે હું મારા વર્ષને ખૂબ જ ફ્રેશ થઈ સ્ટાર્ટ કરવા જઈ રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2022 09:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK