હિના ખાને રવિવારે અમદાવાદમાં એક ફૅશન શોમાં રૅમ્પ-વૉક કરીને બધાને ઇમ્પ્રેસ કરી દીધા હતા
હિના ખાન
ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ-કૅન્સરની સારવાર લઈ રહેલી હિના ખાને રવિવારે અમદાવાદમાં એક ફૅશન શોમાં રૅમ્પ-વૉક કરીને બધાને ઇમ્પ્રેસ કરી દીધા હતા. અત્યારે કીમોથેરપીની ટ્રીટમેન્ટ ચાલુ હોવા છતાં તેણે જે ગજબનાક હિંમત બતાવી છે એનાથી નેટિઝન્સ ફીદા થઈ ગયા છે. લાલ રંગના લેહંગામાં ગોલ્ડ જ્વેલરી અને ઍક્સેસરીઝ સાથે રૅમ્પ પર ચાલીને તેણે બધાનાં દિલ જીતી લીધાં હતાં.