Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂ યર પાર્ટીની ભીડમાં પત્નીને બચાવતા ગુરમીતને થઈ પગમાં ઈજા, યૂઝર્સે ઉડાડી મજાક

ન્યૂ યર પાર્ટીની ભીડમાં પત્નીને બચાવતા ગુરમીતને થઈ પગમાં ઈજા, યૂઝર્સે ઉડાડી મજાક

Published : 02 January, 2023 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈવેન્ટમાંથી નીકળતી વખતે કપલને ભીડે ઘેરી લીધી. પત્નીને ભીડથી બચાવતા ગુરમીત ચૌધરી ઈજાગ્રસ્ત થયો. ગુરમીત ચૌધરીના પગમાં લાગેલી ઈજાની તસવીર સામે આવી છે. વિગતે જાણો અહીં શું થયું હતું ગુરમીત અને દેબિના સાથે?

ગુરમીત ચૌધરી પત્ની દેબીના બૉનર્જી સાથે

ગુરમીત ચૌધરી પત્ની દેબીના બૉનર્જી સાથે


ટીવી કપલ (Television Couple) ગુરમીત ચૌધરી (Gurmeet Choudhary) અને દેબીના બેનર્જી (Debina Bonnerjee) સાથે ન્યૂ યર પાર્ટીમાં (New Year Party) અકસ્માત (Accident) થઈ ગયો. બધું બરાબર હતું પણ ઈવેન્ટમાંથી નીકળતી વખતે કપલને ભીડે ઘેરી લીધી. પત્નીને ભીડથી બચાવતા ગુરમીત ચૌધરી ઈજાગ્રસ્ત થયો. ગુરમીત ચૌધરીના પગમાં લાગેલી ઈજાની તસવીર સામે આવી છે. વિગતે જાણો અહીં શું થયું હતું ગુરમીત અને દેબિના સાથે?


ગુરમીતને થઈ ઈજા
કપલનો એક વીડિયો સોશિયલ મીડયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં ચાહકો બન્નને સાથે જોઈને ઉત્સાહિત થઈ ગયા છે. ગુરમીત અને દેબીના સાથે તસવીરો ક્લિક કરાવવા માટે ઉતાવળા છે. નિયોન સ્ટેટમેન્ટ જેકેટ-જીન્સમાં ગુરમીત સુપર કૂલ દેખાયો. તો રેડ સાડીમાં દેબીના બેનર્જીની સુંદરતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. બન્ને ન્યૂ યર બૅશ માટે કોઈક પાર્ટીમાં પહોંચે છે. ગુરમીત-દેબીના સિક્યોરિટી ગાર્ડ્સ સાથે ઈવેન્ટમાંથી બહાર નીકળે છે. ત્યાં ચાહકોની ભીડ બન્નેને ઘેરી લે છે. કોઈ સેલ્ફી ક્લિક કરે છે, તો કોઈક બન્ને પાસેથી ઑગોગ્રાફ માગે છે. દરમિયાન કપલ ભીડમાં ફસાઈ જાય છે.



ચાહકો વચ્ચે ઘેરાયા ગુરમીત-દેબીના
ત્યારે પોતાની પત્ની દેબીનાને પ્રૉટેક્ટ કરતા ગુરમીતના પગમાં ઈજા થઈ જાય છે. ગુરમીતના પગમાં થયેલી ઈજા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો છે જે ગુરમીતને આઈડલ પતિ જણાવતા વખાણ કરી રહ્યા છે. તો અનેક લોકોએ એક્ટરની ઈજાની મશ્કરી પણ કરી છે. યૂઝરે લખ્યું, હે ભગવાન કેટલી બધી ઈજા થઈ છે, ઇમરજન્સીમાં લઈને જાઓ યાર. બીજાએ લખ્યું, 5 વર્ષનું બાળક પણ આટલી નાનકડી ઈજાને પબ્લિકલી નથી બતાવતું.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


ટ્રોલ થયો ગુરમીત
યૂઝર લખે છે- આને કહેવાય છે પોતાનો જ મજાક બનાવડાવવો. શખ્સે લખ્યું, અરે બાપ રે... ઇમરજન્સી રૂમમાં એડમિટ કરવા પડશે. ખૂબ જ ભયંકર ઈજા થઈ છે. ડૉક્ટકને બોલાવો કોઈક, શ્વાસ નથી આવતો. બીજાએ લખ્યું આટલી બૉડી બનાવી છે અને આ નાજૂક કળી શૉ ઑફ કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે એક્ટરે આટલી નાની ઈજા પબ્લિકલી ન બતાવવી જોઈએ. ટ્રોલિંગ વચ્ચે ગુરમીતના ચાહકો તેના બચાવમાં આવ્યા છે અને એક્ટરના વખાણ કર્યા છે.

આ પણ વાંચો : સવારથી લઈને સાંજ સુધી તમે એકસરખી એનર્જી સાથે પસાર કરો એનું નામ ફિટનેસ

ગુરમીત અને દેબીનાના લગ્ન 2011માં થયા હતા. કપલને આ લગ્નથી બે સંતાન છે. કપલની મુલાકાત સીરિયલ રામાયણના સેટ પર થઈ હતી. બન્નેએ શૉમાં રામ અને સીતાનું પાત્ર ભજવ્યું હતું. સેટ પર શરૂ થયો તેમને પ્રેમ અને લગ્ન બંધન સુધી બંધાયો. કપલ હેપ્પી મેરિડ લાઈફ એન્જૉય કરે છે. ગુરમીત અને દેબીના ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK