Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > `ઝલક દિખલાજા 11`માં `ઘાયલ` અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનો 60 વર્ષે પણ કાતિલાના અંદાજ

`ઝલક દિખલાજા 11`માં `ઘાયલ` અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનો 60 વર્ષે પણ કાતિલાના અંદાજ

Published : 09 December, 2023 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`હીરો`, `મહાદેવ`, `ઘાયલ`, `દામિની` અને અન્ય ઘણી હિટ ફિલ્મોના અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનો `ઝલક દિખલા જા 11` માં ઘાયલ અંદાજ જુઓ..

મીનાક્ષી શેષાદ્રી

Watch Video

મીનાક્ષી શેષાદ્રી


`હીરો`, `મહાદેવ`, `ઘાયલ`, `દામિની` અને અન્ય ઘણી હિટ ફિલ્મોના અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી તો કેવી રીતે ભૂલાય? જબ કોઈ બાત બિગડ જાએના અભિનેત્રીનો 60 વર્ષે ફરી જલવો જોવા મળ્યો છે. જી હા, અભિનેત્રી લોકપ્રિય અને દર્શકોનો ફેવરિટ ડાન્સ રિયાલિટી શો `ઝલક દિખલા જા 11` માં પહોંચ્યા હતાં. તેમની ઉપસ્થિતિથી સમગ્ર માહોલમાં ઉત્સાહ વધી ગયો હતો. 

`ઝલક દિખલા જા 11` ખૂબ જ લોકપ્રિય અને દર્શકોનો ફેવરિટ ડાન્સ રિયાલિટી શો છે. આમાં, પ્રેક્ષકો તેમના મનપસંદ કલાકારોને પૂરા દિલથી સમર્થન આપે છે અને તે જીતે તેના માટે પ્રયાસ પણ કરે છે.  હવે આજે 9મી ડિસેમ્બરે પ્રસારિત થનારો એપિસોડ ખૂબ જ ધમાકેદાર રહેવાનો છે. કારણ કે અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી આજે આ એપિસોડમાં તડકો ઉમેરશે. તે જજ મલાઈકા અરોરા, ફરાહ ખાન અને અરશદ વારસી સાથે શોમાં જોવા મળશે. તાજેતરમાં ફરાહ ખાને મીનાક્ષી, શોના હોસ્ટ અને અન્ય જ્યુરી સાથે ડાન્સ કરતો એક મજેદાર વીડિયો શેર કર્યો હતો.



ફરાહ ખાને વીડિયો શેર કર્યો 


ફરાહ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે શૂટિંગની વચ્ચે `ઝલક દિખલા જા 11`ના સ્ટેજ પર અરશદ વારસી અને મલાઈકા અરોરા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. હોસ્ટ ગૌહર ખાન અને ઋત્વિક ધનજાની પણ તેની સાથે છે. પરંતુ પોતાની શૈલી અને પ્રતિભાથી બધા પર પ્રભાવ પાડનાર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીથી આ ડાન્સ વીડિયોમાં ચાર ચાંદ લાગી ગયા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)


`ઝલક દિખલા જા 11`ના નવા પ્રોમોમાં અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી શોની શોનું આકર્ષણ બન્યા છે. અનેક હિન્દી ફિલ્મો માટે જાણીતા અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ 60 વર્ષની ઉંમરે પણ સ્ટેજ પર પોતાના જલવાથી દર્શકોને ઘાયલ કરી દે છે. તેમને જોઈને સ્પર્ધકોની સાથે જજ અને હોસ્ટ પણ તેમની ધૂન પર નાચવા લાગે છે.

વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા
 
40 વર્ષ પહેલા "ઘાયલ" ફિલ્મથી ડેબ્યૂ કરનાર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનો એ સમયમાં ભારે પ્રભાવ હતો.  ફરાહ ખાને શેર કરેલા વીડિયોની વાત કરીએ તો આ બધા તેની ફિલ્મ `હીરો`ના `ડિંગ ડોંગ ઓ બેબી` ટ્રેક પર ડાન્સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગીત અનુરાધા પૌડવાલા અને મનહર ઉધાસે ગાયું છે. આ ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રી અને જેકી શ્રોફ છે.ખેર, વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, `તે 90ના દાયકાની સૌથી ક્લાસિક અને બેસ્ટ ડ્રેસ સેન્સ ધરાવનાર અભિનેત્રીઓમાંના એક હતા. મેડમ તમારા માટે ખૂબ આદર.` અન્ય એક યુઝરે કહ્યું, `કાશ જેકી અને મીનાક્ષી શેષાદ્રીની ફિલ્મ ફરી આવે.`

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2023 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK