હિના ખાનની ફિલ્મ ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’ને ઑસ્કર અવૉર્ડમાં નૉમિનેશન માટે મોકલવામાં આવી છે.
ઑસ્કરમાં નૉમિનેશન માટે મોકલાઈ હિના ખાનની ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’
હિના ખાનની ફિલ્મ ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’ને ઑસ્કર અવૉર્ડમાં નૉમિનેશન માટે મોકલવામાં આવી છે. આ ફિલ્મના સ્ક્રીનપ્લેનો ઑસ્કર્સની લાઇબ્રેરીમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં હિના ખાનની સાથે અનુષ્કા સેન, શોએબ નિકાશ શાહ, નમિતા લાલ અને જિતેન્દ્ર રાય પણ લીડ રોલમાં છે. ફિલ્મને રાહત કાઝીમીએ ડિરેક્ટ કરી છે. ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’ને ઑસ્કરમાં નૉમિનેશન માટે મોકલવા પર ખુશી વ્યક્ત કરતાં હિનાએ કહ્યું કે ‘આશા રાખીએ છીએ કે અમારી ફિલ્મને નૉમિનેટ કરવામાં આવે. અમારી સખત મહેનતનું ફળ મળવાની મને ખુશી છે. કાનથી માંડીને ઑસ્કર્સની જર્ની એક્સાઇટિંગ છે. આ ફિલ્મને ખૂબ પ્રેમ મળ્યો છે. સાથે જ ઇન્ડિપેન્ડન્ટ પ્રોડક્શનને આવા પ્રકારની સિદ્ધિ મળી છે. ભારતને પ્રતિષ્ઠિત પ્લૅટફૉર્મ જેવા કાન અને ઑસ્કર્સમાં રેપ્રિઝેન્ટ કરવું એ મારા અને આખી ટીમ માટે ખરેખર ગર્વની બાબત છે.’
