સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કામ કરવાની સ્ટાઇલ વિશે ફારાહે કહ્યું કે ‘તેઓ ખૂબ ઝડપી છે. તેમની સ્ટાઇલ ખૂબ ફાસ્ટ છે. તેઓ સમય બરબાદ નથી કરતા.
ફારાહ ખાન કુંદર
ફારાહ ખાન કુંદરે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી ડિસિપ્લિન શીખી છે. ફારાહે સાઉથના દિગ્ગજ મણિ રત્નમ અને પ્રિયદર્શન સાથે કામ કર્યું છે. ફારાહે કોરિયોગ્રાફર તરીકે કરીઅરની શરૂઆત કરી હતી. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કામ કરવાની સ્ટાઇલ વિશે ફારાહે કહ્યું કે ‘તેઓ ખૂબ ઝડપી છે. તેમની સ્ટાઇલ ખૂબ ફાસ્ટ છે. તેઓ સમય બરબાદ નથી કરતા. તેઓ ફ્રેમ ઝડપથી સેટ કરી દે છે. ઍક્ટર્સ પણ સમયનું પાલન કરનારા હોય છે. તેઓ સવારે પાંચ વાગ્યે પણ સેટ પર પહોંચી જાય છે. મેં મણિ રત્નમ સર સાથે ખૂબ કામ કર્યું છે. મેં ‘દિલ સે’, ‘ઇરુવર’ અને ‘અલાઇ પયુથે’, જે ‘સાથિયા’નું સાઉથ વર્ઝન છે એમાં કામ કર્યું હતું. તેમના તર્ક અને કામની સ્ટાઇલ બૉલીવુડ કરતાં અલગ છે. અહીં ખૂબ આરામથી કામ થાય છે, પરંતુ ત્યાં તો એવું લાગે કે આખી સેના કામ કરી રહી છે.’