બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા દર અઠવાડિયે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)નો રિપોર્ટ જાહેર થાય છે. આ વખતની TRP યાદીમાં પ્રથમ સ્થાન પર ‘ગંગા માઈ કી બેટિયાં’ છે. આ શોને ૧.૯નું TRP રેટિંગ મળ્યું છે.
લોકપ્રિય ટીવી-શોની યાદીમાં ગંગા માઈ કી બેટિયાંએ જાળવી રાખ્યું પહેલું સ્થાન
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા દર અઠવાડિયે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)નો રિપોર્ટ જાહેર થાય છે. આ વખતની TRP યાદીમાં પ્રથમ સ્થાન પર ‘ગંગા માઈ કી બેટિયાં’ છે. આ શોને ૧.૯નું TRP રેટિંગ મળ્યું છે. આ શોએ એનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. બીજા ક્રમે ‘વસુધા’ છે જેને ૧.૮નું TRP રેટિંગ મળ્યું છે. ૧.૭ની TRP સાથે ‘તુમ સે તુમ તક’ ત્રીજા સ્થાને છે. TRP યાદીમાં ચોથા ક્રમે એકતા કપૂરનો શો ‘નાગિન 7’ છે જેને ૧.૬નું રેટિંગ મળ્યું છે. આ અઠવાડિયે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ ૧.૫ના રેટિંગ સાથે પાંચમા ક્રમે છે.
