છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ‘અનુપમા’, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ TRP-ચાર્ટમાં ટૉપ 3 પર સ્થિર હતા.
અનુપમા અને તુલસી
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ હાલમાં જે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટ જાહેર કર્યો છે એમાં આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ‘અનુપમા’, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ TRP-ચાર્ટમાં ટૉપ 3 પર સ્થિર હતા. જોકે હવે ત્રીજા સ્થાને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ને બદલે ‘ઉડને કી આશા’ આવી ગઈ છે. આ વખતના TRP-ચાર્ટમાં ‘અનુપમા’ પ્રથમ સ્થાને છે અને એનો TRP 2.3 છે. એ પછી બીજા નંબરે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ છે અને એના TRP 2.2 છે. આમ નંબર વન બનવા માટે ‘અનુપમા’ અને ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.
|
ટૉપ 10 શોની યાદી |
||
|
રૅન્ક |
શોનું નામ |
TRP |
|
૧ |
અનુપમા |
2.3 |
|
૨ |
ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 |
2.2 |
|
૩ |
ઉડને કી આશા |
1.9 |
|
૪ |
યે રિશ્તા ક્યા કહલાતા હૈ |
1.8 |
|
૫ |
તુમ સે તુમ તક |
1.7 |
|
૬ |
ગંગા માઈ કી બેટિયાં |
1.5 |
|
૭ |
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા |
1.5 |
|
૮ |
વસુધા |
1.5 |
|
૯ |
મન્નત |
1.4 |
|
૧૦ |
મંગલ લક્ષ્મી |
1.3 |


