° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


Mohit Raina બન્યા પિતા, `દેવોં કે દેવ મહાદેવ`એ બતાવી દીકરીની પહેલી ઝલક

18 March, 2023 02:22 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગયા વર્ષે જાન્યુઆરીમાં મોહિતે અદિતિ શર્માની સાથે પોતાના લગ્નની જાહેરાત કરતા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીર શૅર કરી. હવે આ જોડીએ પોતાના જીવનમાં એક નાનકડી બાળકીનું સ્વાગત કર્યું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

મોહિત રૈના ટેલીવિઝનના જાણીતા ચહેરામાંના એક છે, જે `દેવોં કે દેવ... મહાદેવ`માં મહાદેવ તરીકે પોતાના રોલ પછી જાણીતા થયા. ગયા વર્ષે જાન્યુઆરીમાં મોહિતે અદિતિ શર્માની સાથે પોતાના લગ્નની જાહેરાત કરતા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીર શૅર કરી. જો કે, તેમના લગ્નના સમાચાર ફેલાવાની તરત પછી, તેમના ડિવૉર્સની અફવા ઉડી. પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં એક્ટરે તે બધી અટકળોને ફગાવી દીધી હતી અને હવે આ જોડીએ પોતાના જીવનમાં એક નાનકડી બાળકીનું સ્વાગત કર્યું છે.

જે લોકો નથી જાણાત, તેમના માટે મોહિત અને અદિતિ કૉમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યા અને એક-બીજાના પ્રેમમાં પડ્યા. જો કે, તેમણે આ બધું ત્યાં સુધી છુપાવી રાખ્યું હતું, જ્યાં સુધી કે તેઓ એક-બીજાની સાથે ગઠબંધનમાં બંધાયા. આ કપલે પ્રેગ્નેન્સીના સમાચાર પણ છુપાવી રાખ્યા હતા અને હવે તે એક બાળકીના માતા-પિતા બની ગયા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mohit Raina (@merainna)

મોહિત રૈનાની દીકરી
થોડોક સમય પહેલા, મોહિત રૈનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્યૂટ તસવીર શૅર કરી, જ્યાં મોહિત અને અદિતિની આંગળીઓની ચારેબાજુ એક નાનકડો હાથ લપેટાયેલો જોઈ શકાય છે. મોહિતે આ રોમાંચક સમાચાર શૅર કરતા કૅપ્શનમાં લખ્યું- અને પછી આ રીતે અમે ત્રણ થઈ ગયા. વિશ્વમાં તમારું સ્વાગત છે બાળકી.

આ પણ વાંચો : બે વર્ષની સગાઈ બાદ અલગ થયાં વિદ્યુત

ડિવૉર્સના આવ્યા હતા સમાચાર
થોડાક મહિના પહેલા એવી અફવા ઉડી હતી કે મોહિત રૈના અને અદિતિ શર્મા ડિવૉર્સ લેવા જઈ રહ્યા છે. પણ એક્ટરે તે બધી અટકળોને ફગાવી દીધી હતી અને ઈન્ડિયન એક્સપ્રેસની સાથેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું - મને ખરેખર નથી ખબર કે આ ક્યાંથી શરૂ થયું, આ એક ઑનલાઈન પોર્ટલ પરથી કરવામાં આવ્યું હતું. તેમણે આગળ કહ્યું કે તે હાલ પોતાની પહેલી એનિવર્સરી ઉજવી રહ્યા છે.

18 March, 2023 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ડાન્સ દ્વારા સેલિબ્રેશન

‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’ના ૩૦૦ એપિસોડ પૂરા થતાં શબ્બીર અહલુવાલિયા અને નિહારિકા રૉયે કર્યો ડાન્સ

24 March, 2023 03:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

મારા મોટા ભાગના સ્ટન્ટ હું પોતે કરું છું : અભિષેક નિગમ

સોની સબ પર આવતા ‘અલીબાબા – એક અંદાઝ અનદેખા : ચૅપ્ટર 2’માં તે અલીનું પાત્ર ભજવી રહ્યો છે.

23 March, 2023 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

ટીના ફિલિપની ફરી એન્ટ્રી

શોએ ૬ વર્ષનો લીપ લીધો એ પહેલાં રિયાને દર્શકોએ નેગેટિવ રોલમાં જોઈ હતી

23 March, 2023 04:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK