રેમો ડિસોઝાનું કહેવું છે કે આગામી ડાન્સ રિયલિટી શો ‘ડાન્સ+’માં લોકોને ડાન્સનું ભવિષ્ય જોવા મળશે. આ શો ડિઝની+હૉટસ્ટાર પર ટૂંક સમયમાં શરૂ થવાનો છે
રેમો ડિસોઝા
રેમો ડિસોઝાનું કહેવું છે કે આગામી ડાન્સ રિયલિટી શો ‘ડાન્સ+’માં લોકોને ડાન્સનું ભવિષ્ય જોવા મળશે. આ શો ડિઝની+હૉટસ્ટાર પર ટૂંક સમયમાં શરૂ થવાનો છે. આ શોમાં સુપર જજની ખુરશી સંભાળવાની રેમોને ખુશી છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો આવીને પોતાની ટૅલન્ટ દેખાડે છે. એના માટે તેઓ સખત મહેનત પણ કરે છે. આ શો વિશે રેમોએ કહ્યું કે ‘મારા માટે ‘ડાન્સ+’ બીજા ઘર સમાન છે. દરેક વખતે આ શોમાં આવીને હું ખુશ થાઉં છું. દર વર્ષે આ શોમાં જે ટૅલન્ટ આવે છે એ અદ્ભુત હોય છે. આજની પેઢીમાં ડાન્સ પ્રત્યે જે પ્રેમ અને લગન છે એ જોઈને મને ગર્વ થાય છે. ડિઝની+હૉટસ્ટાર પર શરૂ થનારી આ નવી સીઝનમાં અમે ડાન્સનું ભવિષ્ય દેખાડીશું. મને પૂરી ખાતરી છે કે ભારત જે આવતી કાલના ડાન્સની કલ્પના કરે છે એ ડાન્સ તેમને ‘ડાન્સ+’માં જોવા મળશે.’


