રિપોર્ટ પ્રમાણે આ સીઝન જુલાઈના અંતથી શરૂ થશે અને જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. જોકે ‘બિગ બૉસ 19’ હમણાં પ્લાનિંગના તબક્કામાં હોવાથી એમાં કોણ-કોણ સામેલ થશે એ હજી જાણવા નથી મળ્યું.
સલમાન ખાન
આ વર્ષની શરૂઆતમાં એવા રિપોર્ટ હતા કે ‘બિગ બૉસ 19’ની સીઝન મુલતવી રાખવામાં આવી શકે છે. જોકે લેટેસ્ટ અપડેટ પ્રમાણે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ શો જુલાઈના અંતથી શરૂ થશે અને લગભગ છ મહિના સુધી એટલે કે જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. આ સિવાય બિગ બૉસ OTT આ વર્ષે રદ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી ‘બિગ બૉસ’ની સૌથી લાંબી સીઝન 14 હતી જે ૧૪૨ દિવસ સુધી પ્રસારિત થઈ હતી અને બીજી સૌથી લાંબી સીઝન 13 હતી જે ૧૪૧ દિવસ સુધી પ્રસારિત થઈ હતી. હવે જો રિપોર્ટ સાચો હોય તો ‘બિગ બૉસ 19’ લગભગ છ મહિના સુધી ટેલિકાસ્ટ થવાને કારણે સૌથી લાંબી ચાલનારી સીઝન બનશે.
જોકે ‘બિગ બૉસ 19’ હમણાં પ્લાનિંગના તબક્કામાં હોવાથી એમાં કોણ-કોણ સામેલ થશે એ હજી જાણવા નથી મળ્યું. સામાન્ય રીતે ‘બિગ બૉસ’ સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરમાં શરૂ થાય છે અને જાન્યુઆરીમાં સમાપ્ત થાય છે, પરંતુ આ વખતે એ જુલાઈમાં શરૂ થશે એવી ચર્ચા છે.


