બિગ બૉસ’માં સામેલ થયા બાદ તે સૌનો ફેવરિટ બની ગયો છે.
અબ્દુ રોઝિક
તાઝિકિસ્તાનનો અબ્દુ રોઝિક ‘બિગ બૉસ 16’માં ભાગ લીધા બાદ હવે યુકેના ‘બિગ બ્રધર’માં જવાનો છે. ‘બિગ બૉસ’માં સામેલ થયા બાદ તે સૌનો ફેવરિટ બની ગયો છે. તે સિંગર છે, પરંતુ તે હિન્દી બોલી નથી શકતો. જોકે ગીત ગાઈ શકે છે. ‘બિગ બૉસ 16’ના ગ્રૅન્ડ ફિનાલેમાં અબ્દુ હાજર રહ્યો હતો. તેનું સ્વાગત કરતાં સલમાન ખાને તેને પૂછ્યું કે અમે સાંભળ્યું છે કે તને ‘બિગ બ્રધર’ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. તો એનો જવાબ આપતાં અબ્દુએ હા પાડી હતી. આ સાંભળતાં જ તેના હાઉસમેટ્સ ખુશ થયા હતા. બાદમાં સલમાન કટાક્ષ કરતાં કહે છે કે અબ્દુ હવે એનઆરઆઇ ફ્રેન્ડ્સ બનાવશે અને ભારતના ફ્રેન્ડ્સને ભૂલી જશે. તો અબ્દુએ કહ્યું કે ‘ના સર, હું કદી પણ તેમને નહીં ભૂલું.’ બાદમાં સલમાને કહ્યું કે ‘શું તને ત્યાં મારા જેવો હોસ્ટ મળશે? તું તાઝિકિસ્તાન અને ભારત બન્નેને ગર્વ પમાડીશ.’


