Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 14ના વિકાસ ગુપ્તાને ટ્વીટરે આપી ચેતવણી, જાણો કેમ?

Bigg Boss 14ના વિકાસ ગુપ્તાને ટ્વીટરે આપી ચેતવણી, જાણો કેમ?

19 December, 2020 06:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 14ના વિકાસ ગુપ્તાને ટ્વીટરે આપી ચેતવણી, જાણો કેમ?

તસવીર સૌજન્યઃ યોગેન શાહ

તસવીર સૌજન્યઃ યોગેન શાહ


બિગ બોસ 14માંથી બહાર થયેલા વિકાસ ગુપ્તાને ટ્વિટરે અકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ચેતવણી આપી છે. વિકાસની વધુ એક ફરિયાદ આવશે તો તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે. વિકાસે દાવો કર્યો છે કે, મારા ટ્વિટર અકાઉન્ટ પર અટેક કરવામાં આવ્યો છે. ટ્વિટર તરફથી મળેલા ઈ-મેલ અને તેના રિપોર્ટના સ્ક્રીનશોટ શેર કર્યા છે.




વિકાસે કહ્યું કે, એક વર્ષ પહેલાં મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પછી હવે ટ્વિટર પર અટેક કરવામાં આવ્યો છે. મને ટ્વિટર તરફથી નોટિસ મળી છે. તેમાં લખ્યું છે કે જો મારા અકાઉન્ટ વિરુદ્ધ વધુ એક ફરિયાદ મળશે તો મારું અકાઉન્ટ @lostboy54 સસ્પેન્ડ કરવામાં આવશે. નવાઈની વાત તો એ છે કે જે ટ્વીટને રિપોર્ટ કરવામાં આવ્યું છે તે 2019માં કર્યું હતું. મને ખબર નથી પડતી કે આવું કેમ?


અગાઉ ટ્વિટરે ઓક્ટોબર મહિનામાં વિકાસનું અકાઉન્ટ રિસ્ટ્રીક્ટ કર્યું હતું. ત્યારે પણ વિકાસે સ્ક્રીન શોટ શેર કરીને કહ્યું, પ્રિય ટ્વિટર મારા ફોલોઅર્સે જણાવ્યું કે મારું અકાઉન્ટ અસ્થાયી રૂપે પ્રતિબંધિત છે. લોગ ઇન માટે માટે સાબિત કરવું પડશે કે આ ફેક તો નથી ને! મારા 359kથી વધારે ફોલોઅર્સ છે. તમે આ સમજો છો તો પછી કેમ આવું? મેં સુશાંત માટે ન્યાયની માગ કરી તે માટે આ બધું થયું?

વિકાસને સોમવારના એપિસોડમાં રુલ તોડવા પર બિગ બોસ 14માંથી એવિક્ટ કરવામાં આવ્યો હતો. વિકાસે અર્શી ખાનને ધક્કો મારી સ્વિમિંગ પૂલમાં પાડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2020 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK