Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 14: રૂબીના દિલૈક અને અર્શી ખાન વચ્ચે થયો જોરદાર ઝઘડો

Bigg Boss 14: રૂબીના દિલૈક અને અર્શી ખાન વચ્ચે થયો જોરદાર ઝઘડો

05 January, 2021 07:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 14: રૂબીના દિલૈક અને અર્શી ખાન વચ્ચે થયો જોરદાર ઝઘડો

અર્શી ખાન અને રૂબીના દિલૈક

અર્શી ખાન અને રૂબીના દિલૈક


બિગ-બૉસ 14ની સૌથી સ્ટ્રોન્ગ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહેલી રૂબીના દિલૈક હાલમાં જ સલમાન ખાનની નજરમાં આવી ગઈ છે.રૂબીના દિલૈકે રાખી સાવંત અને અર્શી ખાન સાથે જે મિસ બિહેવ કર્યું તે માટે  વીકેન્ડ કા વારમાં સલમાન ખાને તેને ખખઢાવી નાખી.  સાથે જ નૉમિનેશનની ચર્ચાને લઈને પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે અને તેમને નૉમિનેટ પણ કરવામાં આવ્યા છે. આ એપિસોડ બાદથી રૂબીના ઘણી અપસેટ છે. 4 ડિસેમ્બરમાં પણ જ્યારે અભિનવે રૂબીના સાથે આ અંગે વાત કરવાની કોશિશ કરી તો બન્નેનો ઝઘડો થઈ ગયો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)




હવે આજે આ મુદ્દાને લઈને રૂબીના અને અર્શી ખાન વચ્ચે ઝઘડો થઈ જાય છે. કલર્સે આજના એપિસોડનો એક પ્રોમો શૅર કર્યો છે, જેમાં અર્શી, રૂબીનાને કહે છે, 'રૂબીના બેઈજ્જતી કરવાની હૈ?'' બાદ રૂબીના, અર્શી ખાનને કહે છે, 'તેરી ઈતની હો રહી હૈ વો કાફી નહીં હૈ'. આ પછી બન્ને વચ્ચે બોલાચાલી થઈ જાય છે, જુઓ વીડિયો

 
 
 
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)


તમને જણાવી દઈએ કે 4 જાન્યુઆરીના એપિસોડમાં અભિનવ શુક્લા અને રૂબીના દિલૈક વચ્ચે ભારે ચર્ચા થઈ હતી. અભિનવે રૂબીના સાથે આ અંગે વાત કરવા માંગતો હતો, ત્યારે અભિનેત્રીને ખરાબ લાગ્યું હચું. ગુસ્સામાં રૂબીના અભિનવને અપશબ્દો પણ બોલી હતી. બન્ને વચ્ચે વાત એટલી વધી જાય છે કે રૂબીના તેની સામેથી ઉઠીને ચાલી જાય છે. બાદ અભિનવને ખૂબ જ ખરાબ લાગે છે અને તેણે રૂબીનાને જોરદાર ઠપકો આપ્યો હતો. બાદ જ્યારે રૂબીના પાછી આવી અને તે ખરાબ રીતે રડવા લાગી હતી. કલર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક એનો વીડિયો પણ શૅર કર્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

તમને જણાવી દઈએ કે રૂબીનાને બિગ-બૉસ વિનરની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહી છે. ફૅન્સ વચ્ચે તેની સારી ફૅન ફૉલોઈંગ છે. આ જ કારણ છે કે જ્યારે અર્શીને આંગળી બતાવવા પર સલમાન ખાને રૂબીનાની આલોચના કરી તો એના ફૅન્સ નારાજ થઈ જાય છે અને તેમણે સલમાન ખાનને જ ટ્રોલ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK