ભારતી સિંહે કહ્યું હતું કે ‘અંબાજી હું બીજી વખત આવી છું. લગ્ન કર્યાં ત્યારે આવી હતી`
લક્ષ સિંહની બાબરી ઉતારવાની વિધિ
બૉલીવુડ અને ટેલિવિઝન-ઇન્ડસ્ટ્રીમાં પોતાની કૉમેડીથી સૌનાં દિલમાં ખાસ જગ્યા બનાવનાર ભારતી સિંહ અને તેના લેખક, ઍન્કર અને કૉમેડી કલાકાર પતિ હર્ષ લિમ્બાચિયાએ ગઈ કાલે તેમના દીકરા લક્ષ સિંહની બાબરી ઉતારવાની વિધિ ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આવેલા માનસરોવરના કિનારે બેસીને આસ્થાપૂર્વક સંપન્ન કરી હતી. તેમણે પરિવાર સાથે જગદજનની અંબે માતાજીના મંદિરમાં શીશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી તેમ જ મંદિર પર ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી.
ભારતી સિંહે કહ્યું હતું કે ‘અંબાજી હું બીજી વખત આવી છું. લગ્ન કર્યાં ત્યારે આવી હતી અને હવે બાળકની મુંડનવિધિ માટે આવી છું ત્યારે અહીં મને એક અલગ એક્સ્પીરિયન્સ થયો છે. મંદિરમાં દર્શન પણ સારી રીતે થયાં અને ધ્વજ પણ લહેરાવ્યો. લાઇફનો આ બહુ જ સારો એક્સ્પીરિયન્સ થયો. હું માતારાનીનું ભજન કરીશ કે હાથ જોડકે ખડી હૂં તેરે દ્વાર મેરી માં, પૂરી કર દે ઉમ્મીદેં એક બાર મેરી માં...’

