ભારતી અને હર્ષે તેમના સોશ્યલ મીડિયા પર તેમની એક તસવીર શૅર કરી છે જેમાં ભારતી બેબી-બમ્પ સાથે જોવા મળી રહી છે
દંપતીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ફૅન્સ સાથે આ ગુડ ન્યુઝ શૅર કર્યા છે
કૉમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા બીજી વખત મમ્મી-પપ્પા બનવાનાં છે. આ દંપતીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ફૅન્સ સાથે આ ગુડ ન્યુઝ શૅર કર્યા છે. ભારતી અને હર્ષે તેમના સોશ્યલ મીડિયા પર તેમની એક તસવીર શૅર કરી છે જેમાં ભારતી બેબી-બમ્પ સાથે જોવા મળી રહી છે. આ તસવીર સાથે કૅપ્શન લખવામાં આવી છે, ‘અમે બીજી વખત પ્રેગ્નન્ટ છીએ.’
૪૧ વર્ષની ભારતીએ તેના પ્રેગ્નન્સીના સમાચાર આપતો એક ખાસ વ્લૉગ પણ બનાવ્યો છે જેનું ટાઇટલ છે ‘ગોલા મોટો ભાઈ બનવાનો છે’. ભારતી હાલમાં તેના પરિવાર સાથે સ્વિટ્ઝરલૅન્ડમાં છે અને ત્યાંથી તેણે આ સારા સમાચાર શૅર કર્યા છે.


