હવે આ શોનાં લોકપ્રિય પાત્રો ફિલ્મના મોટા પડદા પર પણ જોવા મળશે. તેમની ફિલ્મ ‘ભાબીજી ઘર પર હૈં – ફન ઑન ધ રન’ ૬ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે એવી જાહેરાત કરવામાં આવી છે.
ભાબીજી ઘર પર હૈં – ફન ઑન ધ રન ૬ ફેબ્રુઆરીએ થશે રિલીઝ
ટેલિવિઝન પર ‘ભાબીજી ઘર પર હૈં’ને સારીએવી લોકપ્રિયતા મળી છે. હવે આ શોનાં લોકપ્રિય પાત્રો ફિલ્મના મોટા પડદા પર પણ જોવા મળશે. તેમની ફિલ્મ ‘ભાબીજી ઘર પર હૈં – ફન ઑન ધ રન’ ૬ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે એવી જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ પણ શોની જેમ જ કૉમેડી હશે પણ બધું મોટા સ્કેલ પર જોવા મળશે.
ઝી સ્ટુડિયોઝ દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં રવિ કિશન વિલનના રોલમાં જોવા મળે છે. તેની સાથે મુકેશ તિવારી અને નિરહુઆ જેવા કલાકારો પણ ફિલ્મમાં સામેલ છે જેઓ કૉમેડી કરશે. ફિલ્મનાં અન્ય મુખ્ય કલાકારોમાં શુભાંગી અત્રે, રોહિતાશ ગૌડ, વિદિશા શ્રીવાસ્તવ, યોગેશ ત્રિપાઠી અને આસિફ શેખનો સમાવેશ છે.


