ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ વીસ વર્ષની લીપ લેવાનો છે.
આયશા સિંહ
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં સઈના રોલમાં દેખાતી આયશા સિંહને એક શો ઑફર કરવામાં આવતા તેણે એ કરવાની ના પાડી દીધી છે. ઝીટીવીનો આ શો અર્જુન બિજલાની સાથે હતો. એથી કેટલાક ફૅન્સ તેની નિંદા કરી રહ્યા છે. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ વીસ વર્ષની લીપ લેવાનો છે. એથી આયશાની સાથે જ આ શોમાં કામ કરતા અન્ય કલાકારો જેવા કે હર્ષદ અરોરા અને નીલ ભટ્ટ પણ આ શોને અલવિદા કહેવાના છે. આયશા આવતા મહિના સુધી આ શોમાં બિઝી રહેશે. તે ૧૬ જૂને લાસ્ટ એપિસોડનું શૂટિંગ કરશે. અર્જુન બિજલાનીએ ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’, ‘મિલે જબ હમ તુમ’ અને ‘નાગીન’ જેવા શોમાં કામ કર્યું છે. તે લોકોનો ફૅવરિટ છે. અર્જુન છેલ્લે કલર્સના શો ‘ઇશ્ક મેં મરજાવાં’માં દેખાયો હતો, જે ૨૦૧૯માં ઑફ-ઍર થયો હતો. જોકે તે સતત રિયાલિટી શોમાં દેખાય છે. હવે તે ઝીટીવીના શો દ્વારા કમબૅક કરી રહ્યો છે. એથી ફીમેલ લીડ માટે આયશાને અપ્રોચ કરવામાં આવ્યુ હતું. જોકે તેણે આ ઑફર ઠુકરાવી દીધી છે. એથી ‘મૅડમ સર’ની ઍક્ટ્રેસ ભાવિકા શર્માને આ રોલ ઑફર કરવામાં આવ્યો છે. જોકે હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.