‘સુપર ડાન્સર ચૅપ્ટર 4’ના સેટ પર કન્ટસ્ટન્ટ ઈશા સાથે અનુરાગ બાસુ ફૂડ-ગેમ રમ્યો હતો.
‘સુપર ડાન્સર 4’ના સેટ પર ઈશા સાથે અનુરાગ બાસુ
‘સુપર ડાન્સર ચૅપ્ટર 4’ના સેટ પર કન્ટસ્ટન્ટ ઈશા સાથે અનુરાગ બાસુ ફૂડ-ગેમ રમ્યો હતો. ઈશા અને તેના સુપર ગુરુ સોનાલીના દ્રૌપદી પર આધારિત ઍક્ટને જોઈને જજ શિલ્પા શેટ્ટી કુન્દ્રા, ગીતા કપૂર અને અનુરાગ બાસુ ખૂબ પ્રભાવિત થયાં હતાં. કન્ટસ્ટન્ટ અમિતના પિતાએ ઈશાને ફૂડની ચૅલેન્જ આપી હતી. સાથે એમ પણ કહ્યું કે તેના કરતાં પણ ઈશા વધુ ફૂડી છે. આ જ કારણ છે કે અનુરાગ બાસુ ‘કિસકો મિલેગા ખાના’ નામની ગેમ તેની સાથે રમ્યો હતો. એ ગેમમાં લાઇફલાઇન્સ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી, જેવી કે ફ્લિપ ધ ડિશ, આસ્ક ધ શેફ અને સવાલના જવાબ આપવા. ગીતા કપૂરે કહ્યું કે ‘આ ખરેખર અદ્ભુત ઍક્ટ હતો. આ તારું અત્યાર સુધીનું બેસ્ટ પ્રેઝન્ટેશન છે. તારી આ ઍક્ટ અતિશય પ્રશંસનીય છે.’
બીજી તરફ શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કહ્યું કે ‘જે પ્રકારે તમે બન્નેએ પર્ફોર્મ કર્યું એ સુપર સે બહોત બહોત ઉપર હૈ. ઈશા તું આજે મારી સાથે સીડી પર ચડવાને યોગ્ય છે.’


