ફેવરિટિઝમની અફવા પર મૌન તોડ્યું સુધાંશુ પાન્ડેએ
સુધાંશુ પાન્ડે
‘અનુપમા’ સિરિયલમાં વનરાજ શાહના રોલમાં દેખાતા સુધાંશુ પાન્ડે પ્રોડ્યુસર રાજન શાહીનો ફેવરિટ છે એવી અફવા ફેલાઈ છે. સ્ટાર પ્લસ પર આ શો ૨૦૨૦માં શરૂ થયો છે. એ સિરિયલ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. રૂપાલી ગાંગુલી અનુપમાના રોલમાં છવાઈ ગઈ છે. તાજેતરમાં જ પ્રોડ્યુસરનો ફેવરિટ છે એ વાત પર ચોખવટ કરતાં સુધાંશુ કહે છે, ‘રાજન મારો જૂનો અને સારો ફ્રેન્ડ છે. જો તેઓ મને ખૂબ મહત્ત્વ આપતા હોય, તેઓ મારી સાથે વધુ ક્લોઝ હોય તો હું જાતે જ અનુપમાનો રોલ કરી લેત. રાજન શાહી ખૂબ પ્રોફેશનલ વ્યક્તિ છે. ઇમોશનલ કારણોસર તો તેઓ શો સાથે કોઈ સમાધાન નહીં કરે. તેઓ મારો પક્ષ લે છે એ ખરેખર ખોટું છે. જો એવું જ હોત તો મેં એનો ફાયદો લીધો હોત. મેં તેમને કહ્યું હોત કે મને ૩૦ દિવસ સુધી કામ આપો અને ૩૦ દિવસ સુધી પગાર આપો. સાથે જ મેં તેમને એમ પણ કહ્યું હોત કે રૂપાલીને શોમાંથી કાઢીને મને જ અનુપમાનો રોલ કરવા દો.’

