તેઓ ડાન્સ કરતી વખતે એકબીજાને ગળે મળી રહ્યાં છે. એ જોઈને સોશ્યલ મીડિયામાં લોકો નેગેટિવ કમેન્ટ કરી રહ્યા છે
અંકિત લોખંડે
‘બિગ બૉસ 17’માં નાવીદ સોલ પણ જોવા મળ્યો હતો. શોમાંથી બહાર આવતાં અંકિતા લોખંડે અને તેના હસબન્ડ વિકી જૈને શોના સ્પર્ધકો અને ફ્રેન્ડ્સ માટે પાર્ટી રાખી હતી. એ પાર્ટીમાં નાવીદ અને અંકિતાએ ઇન્ટિમેટ ડાન્સ કર્યો હતો, જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એને જોતાં સૌકોઈ અંકિતાની નિંદા કરી રહ્યા છે. તેઓ ડાન્સ કરતી વખતે એકબીજાને ગળે મળી રહ્યાં છે. એ જોઈને સોશ્યલ મીડિયામાં લોકો નેગેટિવ કમેન્ટ કરી રહ્યા છે. એથી અંકિતાનો પક્ષ લેતાં ઇન્સ્ટાસ્ટોરી પર નાવીદે લખ્યું કે ‘હેલો એવરીવન, આશા છે કે આ મેસેજ તમને સારી રીતે સમજાઈ જશે. અંકિતા અને વિકીની પાર્ટીમાં જે ડાન્સ-વિડિયો વાઇરલ થયો છે એના પર હું ચર્ચા કરવા માગું છું. એથી મને મારા વિચાર જણાવવા છે. અંકિતાએ મારી સાથે જે ડાન્સ કર્યો એને લઈને કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો છે. જોકે હું સૌને ખાતરી કરાવવા માગું છું કે એ ડાન્સ મજાક પૂરતો જ થયો હતો. અંકિતા અને હું ખાસ ફ્રેન્ડ્સ છીએ. ‘બિગ બૉસ’ના હાઉસમાં તે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તેણે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. મને તેના પર ખૂબ પ્રેમ છે એટલે અફવા વધુ ફેલાય એ પહેલાં એ ઇવેન્ટને સકારાત્મક દૃષ્ટિએ જોવામાં આવે એવું મારું માનવું છે. ડાન્સ તો ડાન્સ છે. અમે સેલિબ્રેટ કરી રહ્યાં હતાં અને દરેક ક્ષણને એન્જૉય કરી રહ્યાં હતાં. લોકો અંકિતાની પાછળ એટલા દીવાના છે કે તેની દરેક વાત પર ધ્યાન રાખે છે. તેનો હસબન્ડ વિકી જૈન પણ એ ડાન્સ વખતે ત્યાં હાજર હતો અને તે કમ્ફર્ટેબલ હતો. જોકે કેટલાક લોકોને દરેક બાબતમાં નાક ઘુસાડવાની ટેવ પડી ગઈ છે.’


