આ કંપની ૨૦૨૩માં ૨૦૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી ચૂકી છે
આશકા ગોરડિયા
જાણીતી ગુજરાતી ટીવી-ઍક્ટ્રેસ આશકા ગોરડિયાએ ૨૦૧૮માં ઑન્ટ્રપ્રનરશિપમાં ઝંપલાવ્યું હતું. તેણે પોતાના બે કૉલેજ-ફ્રેન્ડ્સ આશુતોષ વાલાણી અને પ્રિયાંક શાહ સાથે મળીને રેની કૉસ્મેટિક્સ નામની કંપની શરૂ કરી હતી જેનું બે જ વર્ષમાં ૧૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું હતું અને બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં પણ એનું નોંધપાત્ર નામ બન્યું હતું. છેલ્લાં છ વર્ષમાં રેની કૉસ્મેટિક્સે જબરી હરણફાળ ભરી છે. આ કંપની ૨૦૨૩માં ૨૦૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી ચૂકી છે અને ૨૦૨૪માં ૪૦૦ કરોડનો આંકડો પાર કરશે એવો આશકા દાવો કરી રહી છે.

