શિલ્પા સકલાની કલર્સ પર આવતા શો ‘પરિણીતિ’માં એક સફળ બિઝનેસ વુમનના રોલમાં દેખાવાની છે
શિલ્પા સકલાની
શિલ્પા સકલાની કલર્સ પર આવતા શો ‘પરિણીતિ’માં એક સફળ બિઝનેસ વુમનના રોલમાં દેખાવાની છે. આ શો એક વર્ષની લીપ લેવાનો છે. અગાઉ તેણે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’, ‘કુસુમ’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’, ‘પતિ, પત્ની ઔર વો’, ‘જ્યોતિ’, ‘મહાકાલી-અંત હી આરંભ હૈ’ અને ‘શ્રીમદ રામાયણ’માં કામ કર્યું છે. હવે ‘પરિણીતિ’માં અંબિકા દેવી સિંઘાનિયાના રોલ વિશે શિલ્પા કહે છે, ‘કલર્સ સાથે ફરીથી કામ કરવાની મને સારી તક મળી છે. ‘પરિણીતિ’માં મારા આ રોલને લઈને હું ઉત્સુક છું. હું એક નીડર, પ્રભાવી મહિલા અંબિકાના રોલમાં જોવા મળીશ. તે એક સફળ બિઝનેસ વુમન છે. તે ઉગ્ર, સમર્પિત અને એવા લોકોને ન્યાયની તરફેણ કરે છે જે ખરા અર્થમાં યોગ્ય હોય. આ શોમાં અંબિકાની એન્ટ્રી બાજી પલટી નાખશે. શોમાં આવનારા ટ્વિસ્ટ્સ માટે તૈયાર થઈ જાઓ.’


