° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


લગ્નની પણ હોય છે એક્સપાયરી ડેટ?

25 November, 2022 01:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીવિકાના પાત્ર દ્વારા ડેબ્યુ કરવું મારા માટે ખુશીની વાત છે : શિવિકા

શિવિકા પાઠક અને આશેય મિશ્રા

શિવિકા પાઠક અને આશેય મિશ્રા

લગ્ન પણ હવે એક્સપાયરી ડેટ સાથે આવે છે એ દેખાડતો એક નવો શો આવી રહ્યો છે. કલર્સ પર આવી રહેલો આ શો ‘અગ્નિસાક્ષી... એક સમઝૌતા’માં આશેય મિશ્રા અને શિવિકા પાઠક જોવા મળશે. આ એક લવ-સ્ટોરી છે જેની શરૂઆત જ લગ્નના અંત દ્વારા થાય છે. આશેય અને શિવિકાએ અનુક્રમે સાત્ત્વિક ભોસલે અને જીવિકા રાણેનું પાત્ર ભજવ્યું છે જેઓ કૉમ્પ્રોમાઇઝ દ્વારા રિલેશનશિપમાં રહેતાં હોય છે. આ વિશે વાત કરતાં આશેય મિશ્રાએ કહ્યું કે ‘અમારી એક અલગ જ સ્ટોરી ‘અગ્નિસાક્ષી... એક સમર્ઝાતા’માં જોવા મળશે. આનાથી સારા ડેબ્યુ મારા માટે કોઈ ન હોઈ શકે. હું સાત્ત્વિક ભોસલેનું પાત્ર ભજવી રહ્યો છું. તે એક સફળ બિઝનેસમૅન અને ફૅમિલીમૅન હોય છે. આ નવી મુસાફરી માટે હું તૈયાર છું અને આશા છે કે લોકોને એ પસંદ પડે.’

આ વિશે વાત કરતાં શિવિકાએ કહ્યું કે ‘હું નિયતિમાં માનું છું. મારા શોની મુખ્ય સ્ટોરી પણ એના પર જ છે. જીવિકાના પાત્ર દ્વારા ડેબ્યુ કરવું મારા માટે ખુશીની વાત છે. તે ફુલ-ઑફ-લાઇફ હોય છે અને ઓલ્ડ-ફૅશન લવમાં માને છે. આ શોની સ્ટોરીલાઇન એકદમ અલગ છે.’

25 November, 2022 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

TKSS: શક્તિ કપૂરને છોકરીના અવતારમાં જોઈ ચીડવતા હતા સિનિયર એક્ટર્સ

પેન્ટલે શક્તિ કપૂર સાથે જોડાયેલી એક ફની સ્ટોરી કહી

05 December, 2022 01:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

બાઇક પાછળ સૌથી વધુ પૈસા ખર્ચવાનું ગમે છે હર્ષ રાજપૂતને

હર્ષ રાજપૂતે ૨૦૦૬માં સ્ટાર પ્લસ પર આવેલી ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યા

04 December, 2022 11:36 IST | Mumbai | Harsh Desai
ટેલિવિઝન સમાચાર

અમારી સ્કૂલ ફી માટે શાકભાજી વેચનાર પાસે લોન લીધી હતી પપ્પા મુકેશે : નીતિન મુકેશ

નીતિન મુકેશ હાલમાં જ ‘સા રે ગા મા પા’માં જોવા મળ્યો હતો

02 December, 2022 05:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK