° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


ઍમ્બર હર્ડ પર ફરી કેસ કરશે જૉની ડેપ?

17 June, 2022 07:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક્સ-વાઇફનું કહેવું છે કે તે તેને દિલથી પ્રેમ કરે છે અને તેના વિશે કોઈ ખરાબ ફીલિંગ નથી

એક્સ-વાઇફનું કહેવું છે કે તે તેને દિલથી પ્રેમ કરે છે અને તેના વિશે કોઈ ખરાબ ફીલિંગ નથી

એક્સ-વાઇફનું કહેવું છે કે તે તેને દિલથી પ્રેમ કરે છે અને તેના વિશે કોઈ ખરાબ ફીલિંગ નથી


જૉની ડેપ ફરી તેની એક્સ-વાઇફ ઍમ્બર હર્ડ પર કેસ કરે એવી શક્યતા છે. જૉનીએ તેની એક્સ-વાઇફ પર કેસ કર્યો હતો અને તે જીતી પણ ગયો હતો. આ કેસમાં ઍમ્બરને ટોટલ પંદર મિલ્યન ડૉલર ચૂકવવાનો ઑર્ડર કોર્ટે કર્યો હતો. એની સામે જૉનીએ તેને ફક્ત બે મિલ્યન ડૉલર ચૂકવવાના હતા. ઍમ્બરની વ​કીલે કહ્યું હતું કે આટલી મોટી રકમ ઍમ્બર ચૂકવી શકે એમ નથી. ઍમ્બરે જાહેરમાં કહ્યું હતું કે તે ડોમેસ્ટિક વાયલન્સની શિકાર બની છે. તેણે જૉનીનું નામ તો નહોતું લીધું પરંતુ ઇશારો તેના પર જ હતો. આથી જૉનીએ કેસ કર્યો હતો અને તે જીતી પણ ગયો હતો. જોકે આ કેસ બાદ પણ ઍમ્બર ઇન્ટરવ્યુ આપી રહી છે અને તેને ફરી પૂછવામાં આવ્યું હતું કે કોર્ટમાં જૉનીએ કહ્યું હતું કે તેણે ક્યારેય હાથ નથી ઉપાડ્યો એ વિશે તારું શું કહેવું છે? એના જવાબમાં ઍમ્બરે કહ્યું હતું કે તે ખોટું બોલી રહ્યો હતો. આથી તેના આ સ્ટેટમેન્ટના આધારે જૉની ફરી તેના પર કેસ કરી શકે છે.
જૉની વિશે પૂછતાં ઍમ્બરે કહ્યું હતું કે ‘હું તેને પ્રેમ કરું છું. હું તેને દિલથી પ્રેમ કરું છું. અમારી તૂટેલી રિલેશનશિપને બચાવવા મેં ખૂબ કોશિશ કરી હતી. જોકે હું નહોતી કરી શકી. તેના પ્રત્યે મારી કોઈ ખરાબ ફીલિંગ નથી. આ સમજવું ખૂબ મુશ્કેલ છે અથવા તો એકદમ સરળ છે. જો તમે કોઈને પણ પ્રેમ કર્યો હોય તો એ સમજવું ખૂબ જ સરળ છે.’

17 June, 2022 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

ઇન્ડિયન ​રેસ્ટોરાંમાં એક ડિનર માટે ૪૮ લાખ ખર્ચ્યા જૉની ડેપે

હૉલીવુડ ઍક્ટર જૉની ડેપે એક ડિનર માટે ૪૮ લાખ રૂપિયા ખર્ચ કર્યા હોવાની ચર્ચા છે.

08 June, 2022 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

`ડૉક્ટર સ્ટ્રેન્જ ઇનટુ ધ મલ્ટિવર્સ ઑફ મૅડનેસ` રિવ્યુ: મલ્ટિવર્સ ઑફ સૅડનેસ

સ્ટોરી ખૂબ જ કમજોર છે અને આખી ફિલ્મમાં એટલે કે દરેક મલ્ટિવર્સમાં ડૉક્ટર સ્ટ્રેન્જ તેની ગર્લફ્રેન્ડને લઈને ખૂબ જ દુખી હોય છે : ઍક્શન પણ ખાસ નથી અને ત્રણ-ચાર દૃશ્યોને બાદ કરતાં ગ્રાફિક્સ પણ જોવાની મજા આવે એવાં નથી

07 May, 2022 02:12 IST | Mumbai | Harsh Desai
હૉલીવૂડ સમાચાર

The Grey Man: ધનુષની હૉલિવૂડ ડેબ્યૂ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ, ચાહકોએ કહ્યું આ...

નેટફ્લિક્સ ફિલ્મ `દ ગ્રે મેન`ને એંથની રૂસો અને જો રૂસોએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી માર્ક ગ્રીનરીની બુક સીરીઝ દ ગ્રે મેન પર આધારિત છે. ફિલ્મમાં ધનુષ સિવાય રયાન ગોસલિંગ, ક્રિસ ઇવાન્સ, એના ડી અરમાસ, બિલી બૉબ થૉર્નટન અને જેસિકા હેનવિક દેખાશે.

27 April, 2022 03:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK