આ ફિલ્મને ૧૩ કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી છે.
‘ઓપનહાઇમર’
ઑસ્કર અવૉર્ડ્સના નૉમિનેશનની મોટા ભાગની કૅટેગરીમાં ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહાઇમર’ને નૉમિનેટ કરવામાં આવી છે. ઍટમિક બૉમ્બ બનાવનાર રૉબર્ટ ઓપનહેમરની આ બાયોપિક છે. આ ફિલ્મને ૧૩ કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી છે. બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર, અડૉપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ ઍક્ટર, સપોર્ટિંગ રોલ મેલ, કૉસ્ચ્યુમ ડિઝાઇન, સપોર્ટિંગ રોલ ફીમેલ, મેકઅપ ઍન્ડ હેરસ્ટાઇલિસ્ટ, ઓરિજિનલ સ્કોર, પ્રોડક્શન ડિઝાઇન, ફિલ્મ એડિટિંગ, સાઉન્ડ અને સિનેમૅટોગ્રાફી માટે નૉમિનેટ કરવામાં આવી છે. એ સિવાય ‘બાર્બી’ને ૬ કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું છે. બેસ્ટ પિક્ચર માટે ‘અમેરિકન ફિક્શન’, ‘ઍનૅટૉમી ઑફ ફોલ’, ‘બાર્બી’, ‘ધ હોલ્ડોવર્સ’, ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન’, ‘મેસ્ટ્રો’, ‘ઓપનહાઇમર’,
‘પાસ્ટ લાઇવ્સ’, ‘પૂર થિંગ્સ’, ‘ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ’નો સમાવેશ કરવામાં આવ્યો છે.